મહિલા ક્રિકેટ : ઇંગ્લેન્ડે ભારતને પાંચ વિકેથી હરાવ્યું, હરમનપ્રીત કૌરના શાનદાર ૪૨ રન

0
7

કેપ્ટન હરમનપ્રીત કૌરના નોટઆઉટ ૪૨ રન અને બોલરોના શાનદાર પ્રદર્શનના આધારે ભારતે મહિલા ટી-૨૦ ટ્રાઈ સીરીઝની પ્રથમ મેચમાં ઇંગ્લેન્ડને પાંચ વિકેટથી હરાવી દીધું હતું. ભારતીય સ્પિનરો રાજેશ્વરી ગાયકવાડ, શિખા પાંડે અને દીપ્તિ શર્માએ બે વિકેટ લીધી જયારે રાધા યાદવને એક વિકેટ મળી હતી. ઇંગ્લેન્ડે ૨૦ ઓવરમાં સાત વિકેટે ૧૪૭ રન બનાવ્યા હતા.

જવાબમાં ભારતીય ટોપ ઓર્ડર સારી શરૂઆતને મોટી ઇનિંગમાં ફેરવી શક્યું નહોતું. ૧૫ વર્ષીય સેફાલી વર્માએ ૩૦, જેમિમા રોડ્રીગજે ૨૬ અને સ્મૃતિ મંધાનાએ ૧૫ રન બનાવ્યા હતા. વેદા કૃષ્ણામૂર્તિ (૭) અને તાનિયા ભાટિયા (૧૧) પણ વધુ સમય ક્રીઝ પર ટકી શકી નહોતી. અંતિમ ઓવરમાં ભારતને છ રનની જરૂરત હતી. એવામાં હરમનપ્રીત કૌરે શાનદાર સિક્સર ફટકારી ત્રણ બોલ બાકી રહેતા ટીમને જીત અપાવી દીધી હતી.

આ અગાઉ ઇંગ્લેન્ડ ટીમની શરૂઆત પણ ખુબ જ ખરાબ રહી હતી. ઇંગ્લેન્ડ ટીમનું ટોપ ઓર્ડર સંપૂર્ણપણે ફ્લોપ રહ્યું હતું. ઓપનર બેટ્સમેન એમી જોન્સ (૧) અને ડેની વિયાટ (૪) જલ્દી આઉટ થઈ ગઈ હતી. નતાલી સ્કાઈવર (૨૦) અને ફ્રોન વિલયન (૭) પણ વધુ સમય ટકી શકી નહોતી. ઇંગ્લેન્ડે દસ ઓવરમાં ચાર વિકેટ ૫૯ રનમાં ગુમાવી દીધી હતી. કેપ્ટન હીથર નાઈટે ૪૪ બોલમાં ૬૭ રનની ઇનિંગ રમી જેમાં આઠ ચોગ્ગા અને બે સિક્સરનો સામેલ હતી. વિકેટકીપર ટેમી બ્યુમોંટે ૨૭ બોલમાં ૩૭ રન બનાવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here