મહિલા સશક્તિકરણ : મુંબઈની પબ્લિશિંગ કંપનીમાં બધી ટીમ મેમ્બર્સ મહિલાઓ છે

0
7

ડિમિસ્ટિફાઈંગ ઇન્ડિયન પબ્લિશિંગ વેબપેજ પર પબ્લિશિંગ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલી દરેક માહિતી જાણી શકાય છે. જેમ કે, માર્કેટમાં કઈ બુક્સ અવેલેબલ છે અને મહામારી દરમિયાન કઈ બુક્સનો દબદબો રહ્યો વગેરે. મુંબઈ બેઝ્ડ આ કંપનીની શરુઆત 2018માં થઈ હતી. આ કંપની માત્ર ઓથર્સ માટે જ કામ નથી કરતી પણ તેમને મેન્ટોરશિપ અને એડિટિંગ સર્વિસ પણ આપે છે. કંપનીમાં દરેક ટીમ મેમ્બર્સ મહિલાઓ છે, તેમાં એડિટર અને ફાઉન્ડર તારા ખંડેલવાલ પણ સામેલ છે. મેનેજીંગ ડિરેક્ટર મિશેલ ડિકોસ્ટા અને હેડ ઓફ કન્ટેન્ટ ઐશ્વર્યા જવાલગેકર છે.

30 વર્ષીય તારાએ પેંગ્વિન અને હાઈપર કોલિન્સ જેવી કંપનીમાં કામ કરેલું છે. ઇન્ટર્નશિપ દરમિયાન તેને ખબર પડી કે નવા રાઈટર્સની મદદ કરવાની આ પણ એક રીત હોય શકે છે. તે ઓનલાઈન ક્લાસ દ્વારા સ્ક્રીનરાઈટિંગ, પોએટ્રી, ફિક્શન અને ગ્રાફિક નોવેલ્સના રીડર્સને માહિતગાર કરે છે.

ઐશ્વર્યા જવાલગેકરે ઈંગ્લિશમાં માસ્ટર કર્યું છે. તે એક પોએટ અને રિસર્ચર પણ છે જે પોતાના પોડકાસ્ટના માધ્યમથી પોતાનું નોલેજ રીડર્સ સુધી પહોંચાડે છે. તારાએ કહ્યું, ભારતમાં મોટાભાગના પબ્લિશિંગ હાઉસ મહિલાઓ દ્વારા સંચાલિત કરવામાં આવે છે. આ ઇન્ડસ્ટ્રીમાં મારો અનુભવ ઘણો સારો રહ્યો છે. પબ્લિશિંગ ઇન્ડસ્ટ્રીમાં કામ કરતી મહિલાઓ પાસે સારું શિક્ષણ અને અંગ્રેજી ભાષામાં પકડ પણ સારી હોવી જોઈએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here