Monday, October 18, 2021
Homeઓફિસમાં મહિલાઓને ACથી વધારે સમસ્યા થાય છે, કામ કરવાની ક્ષમતા ઘટી જાય...
Array

ઓફિસમાં મહિલાઓને ACથી વધારે સમસ્યા થાય છે, કામ કરવાની ક્ષમતા ઘટી જાય છે

હેલ્થ ડેસ્ક. ઉનાળાની કાળઝાળ ગરમીમાં લોકો ઘરને કે ઓફિસને ઠંડુ રાખવા માટે એરકંડિશનરનો ઉપયોગ કરે છે. જો તમે ઓફિસમાં કામ કરી રહ્યા હોય તો તમે એક વાત જરૂરથી નોટિસ કરી હશે કે ગરમીની સિઝનમાં એસીનું ટેમ્પ્રેચરને લઈને હંમેશા વિવાદ થતો હોય છે. ખાસ કરીને મહિલાઓને એસીની ઠંડી હવાથી વધારે સમસ્યા થતી હોય છે. ઓફિસમાં મહિલાઓ સ્વેટર્શ, જેકેટ અથવા સ્ટોલ વગેરે લઈને આવે છે. જ્યારે પુરુષો આવું નથી કરતા. હવે આ વાતને વિજ્ઞાનીઓએ પણ માની લીધી છે કે મહિલાઓ અને પુરુષો પર ઠંડકની અસર અલગ અલગ થાય છે.

રિસર્ચ

અમેરિકામાં સાન ફ્રાન્સિસ્કોમાં આવેલ પબ્લિક લાઇબ્રરિ ઓફ સાયન્સ (PLOS)માં પ્રકાશિત થયેલ એક રિસર્ચ અનુસાર, મહિલાઓ વધારે તાપમાન પર સારુ પરફોર્મ કરે છે, તો બીજી તરફ પુરુષો ઓછા તાપમાનમાં વધારે કામ કરતા હોય છે. આ સ્ટડીમાં સંશોધકોએ 500 લોકોનું 24 ગ્રુપ બનાવ્યું. તેમને 61થી 91 ડિગ્રી ફૅરન્હાઇટ પર ઘણા ટેસ્ટ કર્યા. અંતમાં જાણવા મળ્યું કે, મહિલાઓએ વધારે તાપમાન પર સારું પરફોર્મ કર્યું અને વધારે સવાલોના જવાબ આપ્યા જ્યારે પુરુષોએ ઓછા તાપમાનમાં સારું પરફોર્મ કર્યું. સ્ટડીમાં એ વાત પણ સામે આવી કે ઠંડીથી મહિલાઓની પ્રોડક્ટિવિટી પ્રભાવિત થાય છે.

જાણીને ચોંકી જશો

તમને એ વાત જાણીને આશ્ચર્ય લાગશે કે મોટાભાગની ઓફિસમાં એસીનું ટેમ્પ્રેચર એ રીતે સેટ કરવામાં આવ્યું હોય છે જે પુરુષો માટે આરામદાયક હોય છે.

કારણ

મહિલાઓના શરીરનું મેટાબૉલિક રેટ પુરુષો કરતા ઓછું હોય છે. સાથે તેમનું શરીર ઓછી ગરમી રિલીઝ કરે છે, જેના કારણે શરીરમાં ગરમાવો નથી રહેતો. એટલા માટે ઘણી મહિલાઓ એસીને લઈને ઓફિસમાં ફરિયાદ કરતી હોય છે. મહિલાઓને ઓફિસમાં 77 ડિગ્રી ફૅરન્હાઇટ એટલે કે 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાન કમ્ફર્ટેબલ લાગે છે,જ્યારે પુરુષો 72 ડિગ્રી ફૅરન્હાઇટ 22 ડિગ્રી સેલ્સિયલમાં કમ્ફર્ટેબલ રહે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments