સુરત : મહિલા સફાઈ કામદારોએ પગાર ન મળતો હોવાથી રોષ પ્રગટ કર્યો.

0
8

સુરત સિવિલ હોસ્પિટલમાં આવેલી કોવિડ-19ના સફાઈ મહિલા કર્મચારીઓ ત્રણ મહિનાથી પગાર વગર કામ કરી રહ્યા છે.જેથી મહિલાઓની સ્થિતિ ખરાબ થઈ હોવાનું કહેવાઈ રહ્યું છે. હાલમાં ભાડાના મકાનમાં રહેતા અને પગ પાળા કામે આવતા કર્મચારીઓના શોષણને લઈ પીડિત મહિલા કર્મચારીઓ બહાર આવી છે. મહિલાઓએ કહ્યું કે, અમે દર્દીઓને દવા પીવડાવીએ છીએ, ડાઇપર બદલીએ છીએ. સાથે વોર્ડ અને ફ્લોરની સફાઈ પણ કરીએ છીએ, ના કરોએ તો સિસ્ટર બૂમો પાડે છે.અમારા જીવને જોખમમાં મૂકીને કામ કરીએ છીએ તો ઘરનો ચૂલો સળગે છે પણ હાલ અમારી પરિસ્થિતિ ભીખ માગવા જેવી થઈ ગઈ છે. અમારૂં કોઈ સાંભળતુ નથી.

ઘરની હાલત દયનિય થઈ-સ્ટાફ

મહિલા સફાઈ કર્મચારીઓએ કહ્યું કે, કોરોનાની મહામારી વચ્ચે પણ અમે કામ કર્યું છે. પરંતુ પગાર ન થતાં વ્યાજે રૂપિયા લાવી ઘરમાં બે ટાઈમ રસોઈ બનાવી બાળકોનું પેટ ભરી રહ્યા છીએ.અમને સન્માન નહિ પણ હક્કના રૂપિયા તો આપો પરંતુ કોઈ સાંભળતું નથી. ગાંધીનગરથી રૂપિયા આવ્યા નથી તેવો જવાબ આપવામાં આવી રહ્યાં છે.

એકાઉ્ટ ન ખૂલતા પગાર અટવાયો

સિવિલમાં રોજિંદા 150 કર્મચારીઓ કામ કરી રહ્યાં છે. કોવિડ-19 માં 50 કર્મચારીઓ કામ કરી રહ્યા છે. જેમને ત્રણ મહિનાથી પગાર નથી થયો,. S croow account ન ખુલતા તમામ કર્મચારીઓનો પગાર અટવાયો છે. કોન્ટ્રાકટર, સિવિલ સુપ્રીરિટેન્ડન્ટ એક બીજા પર ખો નાખી કર્મચારીઓને ધક્કા ખવડાવી રહ્યા હોવાના આક્ષેપ થઈ રહ્યાં છે. ત્યારે કોવિડ 19ની સાથે હોસ્પિટલના સફાઈ કર્મચારીઓમાં પણ રોષ હોવાથી હડતાળ પર ઉતરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here