લોકડાઉન દરમિયાન આઉટડોર એક્ટિવિટીમાં મહિલાઓ પુરુષો કરતાં આગળ રહી, 59%એ પ્રકૃતિની નજીક રહેવાનું પસંદ કર્યું

0
6

અમેરિકામાં લોકડાઉન દરમિયાન યુનિવર્સિટી ઓફ વેરમોન્ટે 3200 લોકો પર ઓનલાઈન સર્વે કર્યો. રિસર્ચ પ્રમાણે, લોકડાઉનમાં પુરુષો કરતાં મહિલાઓએ આઉટડોર એક્ટિવિટીમાં વધારે સમય પસાર કર્યો. તેમાં 70% મહિલાઓએ વોકિંગ કર્યું અને 64% મહિલાઓએ વાઈલ્ડ લાઈફ એન્જોય કરી. તેમણે જંગલી પ્રાણીઓના ફોટોઝ ક્લિક કર્યા અને પ્રકૃતિ પાસે વધારે સમય પસાર કરીને પોતાની આવડતનો ઉપયોગ કર્યો. 59% મહિલાઓએ કહ્યું કે, કુદરતી વાતાવરણમાં અમને માનસિક શાંતિ મળી. 29% મહિલાઓએ કસરત મામલે ઘરની બહાર જવાનું પસંદ કર્યું.

આ પ્રથમ એવો સર્વે છે કે મહામારી દરમિયાન અમેરિકામાં રહેતા લોકોનો પ્રકૃતિ સાથેનો સંબંધ પણ દેખાડે છે. અહિ રહેતી મહિલાઓ પુરુષો કરતાં વધારે સમય ગાર્ડનિંગમાં પસાર કરે છે. આ સર્વેના વરિષ્ઠ લેખક રચેલ ગોલ્ડે કહ્યું કે, મહામારી દરમિયાન મહિલાઓનો ખાસ રસ માનસિક શાંતિ શોધવાની રીત, કસરત, લેન્ડસ્કેપ જાણવા અને ફન ટાઈમમાં રહ્યો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here