દહેગામ : મહાસુખનાથની વાડીમાં મહિલા કોંગ્રેસ શક્તિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું : મહિલાઓનું ઘોડાપુર ઉમટ્યું.

0
37

 

દહેગામ તાલુકામાં મહિલા કોંગ્રેસ શક્તિ સંમેલન યોજાયું.
મહાસુખનાથ ની વાડીમાં વિશાળ સંખ્યામાં મહિલાઓ ઉમટી પડી.

 

 

ગાંધીનગર જિલ્લાના દહેગામ ખાતે આવેલી મહાસુખનાથની વાડીમાં આજે દહેગામ તાલુકા અને શહેરનું મહિલા કોંગ્રેસ પક્ષ દ્વારા નારી શક્તિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું. દહેગામના માજી ધારાસભ્ય કામિનીબા રાઠોડ ના અધ્યક્ષ સ્થાને આ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ નારી શક્તિ સંમેલનમાં વિશાળ સંખ્યામાં મહિલાઓનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું. આજે કોંગ્રેસના સંમેલનમાં આટલી વિશાળ જનમેદની જોઇને જિલ્લાના કોંગ્રેસના આગેવાનો પણ દહેગામના અને તાલુકાના કોંગ્રેસના મહિલા આગેવાનોના ભરપૂર વખાણ કરતા જોવા મળ્યા હતા.

બાઈટ : ગાયત્રીબેન વાઘેલા ( ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ, ગાંધીનગર)

આજના પ્રસંગે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ ગાયત્રીબેન વાઘેલા અને જિલ્લા કોંગ્રેસ મહિલા પ્રમુખ સોનલબા ચાવડા, દહેગામ તાલુકાના માજી ધારાસભ્ય કામિનીબા રાઠોડ અને તાલુકા મહિલા પ્રમુખ સંગીતાબેન ચૌહાણ અને શહેર મહિલા પ્રમુખ મુણાલીબેન જેવા કોંગ્રેસના આગેવાનો હાજર રહીને આવી રહેલી જિલ્લા અને તાલુકાની ચૂંટણીઓ અનુસંધાનમાં ચૂંટણીના અનુસંધાનમાં આજે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. નારી શક્તિના સંમેલનમાં આવેલા તમામ બહેનોને વિસ્તૃત માહિતી આપીને જણાવવામાં આવ્યું હતું કે સરકારે જે ભાવ વધારે છે અને મહિલાઓને પૂરતો ન્યાય મળતો નથી તેના માટે આજે આપણે સૌ એક થઈને મહિલા શક્તિ ની કાર્યશૈલી કેવી છે તે આપણે બતાવીને જવું છે. સૌ મહિલાઓએ એક થઈને આવી રહેલી ચૂંટણીમાં તનતોડ પરિશ્રમ કરીને આપણે દહેગામ કોંગ્રેસના હાથ મજબૂત કરવાના છે. એવી માહિતી આપવામાં આવી હતી.

 

રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ, CN24NEWS, દહેગામ, ગાંધીનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here