મહિલા ક્રિકેટર : ભારતીય મહિલા ક્રિકેટ ટીમ 16 જૂનથી ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ મેચ રમશે

0
5

ભારતીય મહિલા ક્રિકેટ ટીમ 16 જૂનથી ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ મેચ રમશે. આ મેચ બ્રિસ્ટલમાં રમાશે. ભારતીય ટીમે અંતિમ ટેસ્ટ નવેમ્બર, 2014માં દક્ષિણ આફ્રિકા સામે રમી હતી. ત્યાર પછી માત્ર ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાએ જ ટેસ્ટ રમી છે. એટલે ખરેખર ભારતની મહિલા ક્રિકેટ માટે એક યુગાંતરકારી ઘટના છે. ભારતીય મહિલા ટીમે છેલ્લા 15 મહિનામાં માત્ર એક વન-ડે અને ટી20 સીરિઝ રમી છે.

ટીમે છેલ્લા કેટલાક વર્ષમાં વન-ડે અને ટી20 ક્રિકેટમાં સારું પ્રદર્શન કર્યું છે. ટીમ 2020માં ટી20 વર્લ્ડ કપના ફાઈનલમાં પણ પહોંચી હતી. જોકે,ત્યાર પછી કોરોનાને લીધે ખેલાડીઓને રમવાની તક મળી નથી. હવે આ પ્રવાસ પછી ટીમ ઓસ્ટ્રેલિયા જવાની છે. ઈંગ્લેન્ડમાં ટીમ 1 ટેસ્ટ, 3 વન-ડે અને 3 ટી20 મેચ રમવાની છે.

10 ભારતીય ખેલાડીઓને ટેસ્ટનો અનુભવ નહી
ભારતીય ટીમમાં 18માંથી 10 ખેલાડીને ટેસ્ટ રમવાનો અનુભવ નથી. મિતાલી રાજ અને ઝુલન ગોસ્વામીએ સૌથી વધુ 10-10 ટેસ્ટ રમી છે. તેના સિવાય હરમનપ્રીત કૌર, સ્મૃતિ મંધાના, શિખા પાંડે, પૂનમ રાઉત, એક્તા બિષ્ટ અને પૂનમ યાદવે પણ ટેસ્ટ રમી છે. ભારતે 2014માં ઇંગ્લેન્ડમાં જ ટેસ્ટ રમી હતી. ઈંગ્લેન્ડના ખેલાડી પાસે ભારતીય ખેલાડીઓ કરતાં વધુ ટેસ્ટ રમવાનો અનુભવ છે, કેમકે ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે એશેઝ મેચ રમાતી રહે છે.

શેફાલી વર્મા પર સૌની નજર રહેશે
યુવાન ઓપનર શેફાલી વર્મા પર સૌની નજર રહેશે. તેને ડેબ્યુની તક મળી શકે છે. ડબલ્યુ વી. રમન પણ તેમને તક આપવાની તરફેણ કરી ચુક્યા છે. તે અત્યારે ટી20માં દુનિયાની નંબર-1 મહિલા બેટ્સમેન છે. આ સિરીઝ સાથે રમેશ પોવાર ફરી એક વખત ટીમના કોચની જવાબદારી સંભાળી રહ્યા છે. ગયા વખતે સીનિયર ખેલાડીઓ સાથે વિવાદ પછી પોવારને કોચ પદ છોડવું પડ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here