Wednesday, December 8, 2021
HomeWomen’s Day: એર ઈન્ડિયાએ કરી છે ખાસ પહેલ, આ મહિલાઓ ઉડાવશે ઈન્ટરનેશનલ...
Array

Women’s Day: એર ઈન્ડિયાએ કરી છે ખાસ પહેલ, આ મહિલાઓ ઉડાવશે ઈન્ટરનેશનલ અને ડોમેસ્ટિક ફ્લાઈટ્સ

ઈન્ટરનેશનલ વુમન્સ ડે પર આજે એરલાઈન્સ કંપનીઓ મહિલાઓ માટે અલગ-અલગ રીતે ખાસ પહેલ કરી રહી છે. પ્રાઈવેટ સેક્ટરની એરલાઈન્સ કંપની વિસ્તારાએ ઘરેલુ ઉડાન સેવાઓમાં મહિલા યાત્રીઓને મફતમાં સેનેટરી પેડ્સ ઉપલબ્ધ કરાવવાની શરૂઆત કરી છે. ત્યાં જ પબ્લિક સેક્ટરની એરલાઈન્સ કંપની એર ઈન્ડિયાએ પણ એક ખાસ પહેલ કરી છે.

આ પહેલ હેઠળ એર ઈન્ડિયાના 12 આંતરરાષ્ટ્રીય અને 40 ઘરેલું વિમાનોમાં ક્રૂ મેમ્બર ફક્ત મહિલાઓ છે. એટલે કે ઉડાનની જવાબદારી આ મહિલાઓના હાથમાં છે.

એર ઈન્ડિયાની તરફથી જાહેર આ નિવેદનમાં કહેવામાં આવ્યું છે, ‘એર ઈન્ડિયાએ મધ્યમ અને લાંબી દુરીના આંતરરાષ્ટ્રીય માર્ગો પર 12 અને દેશ ભરમાં ઘરેલુ અને ઓછી દુરીના માર્ગો પર 40 વિમાનોને ફક્ત મહિલા ક્રૂ દ્વારા સંચાલિત કરવાનો નિર્ણય કર્યો છે.’

એર ઈન્ડિયાની તરફથી ટ્વીટર પર મહિલા ક્રૂ મેન્બર્સની તસ્વીરો શેર કરવામાં આવી છે. એર ઈન્ડિયાની તરફથી જે 12 આંતરરાષ્ટ્રીય ઉડાનો માટે મહિલાઓને જવાબદારી મળી છે. તે ઉડાનોમાં દિલ્હી-સિડની, મુંબઈ-લંડન, દિલ્હી-રોમ, દિલ્હી-લંડન, મુંબઈ-દિલ્હી-શંધાઈ, દિલ્હી-પેરિસ, મુંબઈ-ન્યૂવાર્ક, મુંબઈ-ન્યૂયોર્ક, દિલ્હી ન્યૂયોર્ક, દિલ્હી-વોશિંગટન, દિલ્હી-શિકાગો અને દિલ્હી-સેન ફ્રાન્સિસ્કો માર્ગની ઉડાનનો સમાવેશ થાય છે.

આ રૂટ્સ માટે એરલાઈન્સ કંપનીની તરફથી બી 787 ડ્રીમલાઈનર અને બી 777 વિમાનોને લગાવવામાં આવ્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments