Wednesday, December 8, 2021
HomeWomen’s Day ની શુભકામનાઓ તો બધાએ આપી પરંતુ આ દિવસ ઉજવવા પાછળ...
Array

Women’s Day ની શુભકામનાઓ તો બધાએ આપી પરંતુ આ દિવસ ઉજવવા પાછળ શું છે કારણ? જાણવું ખૂબ જરૂરી છે…

આઝાદ ભારતમાં તમે ઘણી વખત લોકોને મહિલાઓના હિત અને તેમના અધિકારો અંગે વાત કરતા સાંભળ્યા હશે. એટલું જ નહીં મહિલાઓ પ્રત્યે સમ્માન, પ્રશંસા અને પ્રેમ વ્યક્ત કરવા માટે મહિલા દિવસ અને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ જેવા પણ દિવસ મનાવવામાં આવે છે. આખુ વિશ્વ 8 માર્ચે આંતરરાષ્ટ્રીય દિવસ મનાવે છે. તો આવો આ દિવસને મનાવવા પાછળનું ખાસ કારણ શુ છે.

8 માર્ચે આખીદુનિયા ‘ઇન્ટરનેશનલ વૂમન્સ ડે’ની ઉજવણી કરે છે. મહિલાના સમ્માનનો આ દિવસ દરેક મહિલાને એના અસ્તિતિવનો અહેસાસ કરાવવા માટે ઊજવવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની સૌથી પહેલી થીમ ‘સેલીબ્રેટિંગ ધ પાસ્ટ’, પ્લાનિંગ ફોર ધ ફ્યૂચર રાખવામાં આવી. જેમા ખાસ વાત એ છે કે દર વર્ષે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસને મનાવવા માટે એક ખાસ થીમ રાખવામાં આવતી હતી. તે સમયે જે થીમ રાખવામાં આવી હતી તેનું નામ છે Balance for Better’.

આજના સમયમાં મહિલાઓ પોતાને એક ખાસ રીતે વ્યક્ત કરી શકે છે. પરંતુ પહેલા આવું બિલકુલ પણ ન હતું. પહેલા તો મહિલાઓને ન ભણવાની આઝાદી હતી કે ન નોકરી કરવાની અને ન તો વોટ આપવાની. જે બાદ 1908માં 15000 મહિલાઓએ ન્યૂયોર્ક સિટીના રસ્તામાં પર એક માર્ચ નીકાળી. જેમા વોટિંગ અધિકારોથી લઇને કામ કરવાના કલાકોને ઓછા કરવા અને સારા વેતનની માંગ સામેલ હતી.

વાસ્તવમાં મહિલા દિવસની શરૂઆત મહિલાઓને વોટ આપવાના અધિકાર માટે થઇ હતી કારણ કે ઘણા બધા દેશ એવા હતા. જ્યાં મહિલાઓને વોટ આપવાનો અધિકાર નથી.

આ દિવસ સૌથી પહેલા અમેરિકામાં 28 ફેબ્રુઆરી 1909માં ઊજવવામાં આવ્યો હતો. પછીથી આ દિવસને ફેબ્રુઆરીના અંતિમ રવિવારે મંજૂરી આપવામાં આવી હતી પરંતુ 1990માં સોશલિસ્ટ ઇન્ટરનેશનલના કોપેનહેગનના સંમેલનમાં મહિલા દિવસને ઇન્ટરનેશનલ દરજ્જો આપવામાં આવ્યો.

1917માં રશિયાની મહિલાઓએ વિરોધ કર્યો કારણ કે એમને ત્યાં ત્યારે જુલિયન કેલેન્ડર માન્ય હતું અને આખા વિશ્વમાં ગ્રેગેરિયન કેલેન્ડર. જેના હિસાબથી છેલ્લો રવિવાર 8 માર્ચે પડ્યો કારણ કે ફેબ્રુઆરી તો 28 દિવસનો હોય છે એના માટે ચોથો રવિવાર માર્ચમાં ગણવામાં આવ્યો જે પૂરા વિશ્વમાં ઉજવવવામાં આવે છે અને ત્યારથી 8 માર્ચે મહિલા દિવસ જાહેર કરવામાં આવ્યો જેને રશિયાએ પણ માનવો પડ્યો.

ભારતમાં એક મહિલાને શિક્ષાનો, વોટ આપવાનો અધિકાર અને મૌલિક અધિકાર પ્રાપ્ત છે. એટલે સુઘી કે એક મહિલા પોતાનાપતિની સંપત્તિમાં પણ બરોબર દરજ્જો રાખે છે.

મહિલાઓના સમ્માન માટે જાહેર આ દિવસનો ઉદેશ માત્ર મહિલાઓના પ્રતિ શ્રદ્ધા અને સમ્માન જણાવે છે. એક મહિલા વગર કોઇ પણ વ્યક્તિનું જીવન સૃજિત થઇ શકે નહીં એટલા માટે આ દિવસને મહિલાઓના આર્થિક, રાજનીતિક અને સામાજિક ઉપલબ્ધિઓના ઉપલક્ષ્યમાં ઉજવવામાં આવે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments