મહિલા દિવસ: વડાપ્રધાનએ ટ્વીટ કર્યું , ‘આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે હું નારી શક્તિને સલામ કરૂં છું

0
6

નારી શક્તિનું સન્માન કોઈ પણ સમાજ માટે સર્વોપરી હોય છે. આ ભાવનાની ઉજવણી માટે 8મી માર્ચના રોજ મહિલા દિવસ મનાવવામાં આવે છે. આ નિમિત્તે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, યુપીના સીએમ યોગી આદિત્યનાથ સહિત અનેક મોટા નેતાઓએ મહિલાઓને વંદન કર્યું હતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટમાં લખ્યું હતું કે, ‘આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે હું નારી શક્તિને સલામ કરૂં છું. મહિલાઓએ દેશનું નામ રોશન કર્યું છે અને ઉંચાઈઓનો સ્પર્શ કર્યો છે, જેનો ભારતને ગર્વ છે. અમે નારી શક્તિ માટે કામ કરીએ છીએ તે અમારી સરકાર માટે સૌભાગ્યની વાત છે.’

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ ટ્વીટ કરીને મહિલા દિવસની શુભેચ્છા પાઠવી હતી. તેમણે ટ્વીટમાં લખ્યું હતું કે, ‘આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસર પર તમામ દેશવાસીઓને મારા તરફથી હાર્દિક શુભેચ્છાઓ. આપણા દેશની મહિલાઓ અનેક ક્ષેત્રમાં સિદ્ધિઓના નવા રેકોર્ડ સ્થાપી રહી છે. આવો, આજના દિવસે આપણે બધા મહિલાઓ અને પુરૂષો વચ્ચેની અસમાનતાને સંપૂર્ણપણે સમાપ્ત કરવા સામૂહિક સંકલ્પ લઈએ.’

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ટ્વીટમાં લખ્યું હતું કે, ‘પ્રદેશની નારી શક્તિની સુરક્ષા, સન્માન અને સ્વાવલંબન તથા સર્વાંગી વિકાસ માટે યુપી સરકાર પ્રતિબદ્ધ છે. તેના અનુસંધાને આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસર પર મિશન શક્તિના દ્વિતીય ચરણનો શુભારંભ થઈ રહ્યો છે. આવો, આપણે બધા મિશન શક્તિના ઉદ્દેશ્યોની સફળતા માટે સહભાગી બનીએ.’

કોંગ્રેસી નેતા રાહુલ ગાંધીએ મહિલા દિવસ નિમિત્તે ટ્વીટમાં લખ્યું હતું કે, ‘મહિલાઓ પોતાના દમ પર જ ઈતિહાસ અને ભવિષ્ય સર્જી શકે છે. કોઈને તમને રોકવા ન દેશો.’

ઉલ્લેખનીય છે કે, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસર નિમિત્તે આજે દેશમાં અનેક સ્થળે કાર્યક્રમો યોજાવાના છે. તેમાં સરકારી કાર્યક્રમોથી લઈને પ્રાઈવેટ ઈવેન્ટ્સનો પણ સમાવેશ થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here