Women’s T20: વર્લ્ડકપ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત, હરમનપ્રીત કૌરને મળી કમાન

0
9

ઓસ્ટ્રેલિયામાં રમાનાર આઇસીસી મહિલા ટી-20 વર્લ્ડકપ 2020 માટે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ)એ 15 સભ્યની ટીમ ઇન્ડિયાની જાહેરાત કરી છે. ટી-20 વર્લ્ડકપ માટે ભારતીય મહિલા ટીમની કમાન હરમનપ્રીત કૌરને સોપવામાં આવી છે. ટીમમાં બંગાળના બેટ્સમેન ઋચા ઘોષ એકમાત્ર નવો ચહેરો છે. જ્યારે હરિયાણાની 15 વર્ષની શેફાલી વર્મા પણ પોતાની પ્રથમ સીઝનમાં આંતરરાષ્ટ્રીય સ્તર પર કેટલાક સારા પ્રદર્શન બાદ પ્રથમ વૈશ્વિક સ્પર્ધામાં ભાગ લેશે.

પસંદગીકર્તાઓએ ટી-20 વર્લ્ડકપ પહેલા ઓસ્ટ્રેલિયામાં રમાનાર ત્રિકોણીય સિરીઝ માટે પણ 16 સભ્યોની ટીમની જાહેરાત કરી હતી જેમાં નુજહત પરવીનને 16માં સભ્યના રૂપમાં સામેલ કરવામાં આવી છે. આ ટૂર્નામેન્ટ 31 જાન્યુઆરીથી શરૂ થઇ રહી છે અને જેમાં ત્રીજી ટીમ ઇંગ્લેન્ડ છે

https://twitter.com/BCCIWomen/status/1216250328909135872

ઓસ્ટ્રેલિયામાં 21 ફેબ્રુઆરીથી આઠ માર્ચ 2020 વચ્ચે મહિલા ટી-20 વર્લ્ડકપ રમાશે. જેની માટે ટીમની પસંદગી કરવામાં આવી છે. ભારતીય મહિલા ટીમ ટી-20 વર્લ્ડકપના ગ્રુપ એમાં સામેલ છે. ભારત સાથે આ ગ્રુપમાં યજમાન ઓસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ, ન્યૂઝીલેન્ડ અને શ્રીલંકાની ટીમ સામેલ છે. ભારતીય મહિલા ટીમ વર્લ્ડકપમાં પોતાની પ્રથમ મેચ 21 ફેબ્રુઆરીએ યજમાન ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ સિડનીમાં રમશે.

વર્લ્ડકપ માટે ભારતીય ટીમ

હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના (વાઇસ કેપ્ટન), શેફાલી વર્મા, જેમિમા રોડ્રિગ્સ, હરલીન દેઓલ, દીપ્તી શર્મા, વેદા કૃષ્ણમૂર્તિ, રિચા ઘોષ, તાનિયા ભાટિયા (વિકેટકીપર), પૂનમ યાદવ, રાધા યાદવ, રાજેશ્વરી ગાયકવાડ, શિખા પાંડે, પૂજા વસ્તરકર અને અરૂણધતિ રેડ્ડી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here