Wednesday, September 29, 2021
Homeવર્ક ફ્રોમ હોમ : એક જ જગ્યાએ વધારે સમય સુધી બેસી રહેવાથી...
Array

વર્ક ફ્રોમ હોમ : એક જ જગ્યાએ વધારે સમય સુધી બેસી રહેવાથી મેન્ટલ હેલ્થ પર ખરાબ અસર

સામાન્ય રીતે લાંબા સમય સુધી એક જ જગ્યા પર બેસી રહેવાથી મેદસ્વિતાની આશંકા રહે છે, પરંતુ વૈજ્ઞાનિકોએ તેનું વધુ એક જોખમ ગણાવ્યું છે. ઈંગ્લેન્ડના વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે એક જ જગ્યાએ વધારે સમય સુધી બેસી રહેવાથી મેન્ટલ હેલ્થ પર ખરાબ અસર થાય છે.

કોરોનાકાળમાં લોકોની લાઈફસ્ટાઈલમાં ફેરફાર આવ્યો છે. તેની અસર સમજવા માટે સ્ટડી કરવામાં આવી. માર્ચ, 2020થી આ સ્ટડી શરૂ કરવામાં આવી. તે સમયે લૉકડાઉન લાગુ હતું.

સીટિંગ ટાઈમ વધવા પર વધારે એક્સર્સાઈઝ કરવાની જરૂર

રિસર્ચ કરનારી ઈંગ્લેન્ડની હડર્સફીલ્ડ યુનિવર્સિટીના સંશોધકોનું કહેવું છે કે લૉકડાઉનમાં વર્ક ફ્રોમ હોમ દરમિયાન લોકો 8 કલાકથી વધારે એક જ જગ્યાએ બેસીને કામ કરતા હતા. આટલા લાંબા સમય સુધી સતત કામ કરવાથી તેની અસર માનસિક સ્વાસ્થ્ય પર પડી છે.

અઠવાડિયાંમાં 150 મિનિટ એક્સર્સાઈઝ કરનારા લોકોનાં મગજ પર પણ ખરાબ અસર પડી. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, જો સતત લાંબા સમય સુધી બેસીને કામ કરવામાં આવે તો વધારે એક્સર્સાઈઝ કરવી આવશ્યક છે.

300 લોકો પર સ્ટડી કરવામાં આવી

સંશોધક ડૉ. લિયાન જેવેડો કહે છે કે, બેસીને કામ કરતાં 300 લોકો પર સ્ટડી કરવામાં આવી. તેમાંથી 50% લોકો 8 કલાકથી વધારે સમય સુધી બેસીને કામ કરતા હતા. આવી કન્ડિશનમાં મિનિમમ 30થી વધારે મિનિટ એક્સર્સાઈઝ કરવી જોઈએ. વર્કઆઉટ માટે 1 કલાકનો સમય આદર્શ માનવામાં આવે છે.

મેન્ટલ હેલ્થ માટે સીટિંગ ટાઈમ ઘટાડો

ડૉ. લિયાન કહે છે કે, મેન્ટલ હેલ્થ પર ખરાબ અસર રોકવા માટે સીટિંગ ટાઈમ ઘટાડવો જોઈએ. અર્થાત લાંબા સમય સુધી એક જગ્યાએ બેસી રહેવાની આદત બદલવી જોઈએ. માત્ર જિમ જવું પૂરતું નથી મેન્ટલ હેલ્થ સુધારવા માટે ગાર્ડનિંગ જેવી એક્ટિવિટી કરવી જોઈએ. તેનાથી ફિઝિકલી અને મેન્ટલી ફિટ રહેવાય છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments