કોરોના પર સ્વાસ્થ્ય મંત્રી : 14 વેક્સીન પર કામ ચાલી રહ્યુ છે, 4 એડવાન્સ સ્ટેજમાં, ડો. હર્ષવર્ધને મહામારી અંગેના મહત્વના સવાલોના જવાબ આપ્યા

0
0

નવી દિલ્હી. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધનનું કહેવું છે કે દેશમાં કોરોનાની વેક્સીન તૈયાર કરવા માટે પબ્લિક-પ્રાઈવેટ પાર્ટનરશિપ હેઠળ કામ ચાલી રહ્યું છે. એક કારગર વેક્સીન બનાવવાનો પ્રયાસ છે. હાલ 14 કંપનીઓ આ કામમાં લાગી ગઈ છે.જેમાંથી 4ની વેક્સીન પ્રી-ક્લીનિકલ ટ્રાયલના એડવાન્સ સ્ટેજમાં છે. 10 વેક્સીનને બાયોટેક્નોલોજી ડિપાર્ટમેન્ટમાંથી ફંડિગ આપવાની ભલામણ કરવામાં આવી છે. સ્વાસ્થ્ય મંત્રીએ ન્યૂઝ એજન્સી IANSને  આપેલા ઈન્ટરવ્યૂમાં કોરોના સાથે જોડાયેલા મહત્વના સવાલોના જવાબ આપ્યા હતા.

સવાલઃ અમેરિકા, બ્રિટન અને ચીનની સરખામણીમાં ભારતમાં કોરોનાના કેસની સ્થિતિ શું છે? ઘણી રિસર્ચમાં સામે આવ્યું છે કે ગરમ વિસ્તારમાં કોરોનાથી મૃત્યુઆંક 6 ટકા છે, શું તાપમાન વધવાથી વાઈરસ મરી જશે?

જવાબ : યોગ્ય સમયે નિર્ણય લેવાથી હાલ સારી સ્થિતિમાં છીએ. 26 મે સુધીના આંકડાઓ પ્રમાણે, ભારતમાં એક લાખમાંથી 10.7 લોકો સંક્રમિત છે, જ્યારે દુનિયામાં એક લાખની વસ્તીમાં સરેરાશ 69.9 કેસ છે. આપણા અહીંયા લાખની વસ્તીમાં કોરોનાથી મરનાર લોકોની સંખ્યા 0.3 છે, જ્યારે દુનિયામાં 4.4 છે.

તાપમાન અને કોરોના સંક્રમણ વચ્ચે કોઈ સંબંધ જોવા મળતો નથી. ગરમ દેશમાં કોરોનાથી ઓછા મોતના ઘણા કારણો હોઈ શકે છે. જેવા કે ઓછી વસ્તી હોવી, યુવાનોની સંખ્યા વધારે હોવી અને ઈન્ટરનેશનલ ટ્રાવેલિંગ કરનાર લોકોની સંખ્યા ઓછી હોવી.

સવાલ : તમે કહી રહ્યા છો કે લોકોને વાઈરસ સાથે જીવતા શિખવું પડશે. સરકાર માટે ડિસટન્સીંગ લાગુ કરાવવું શક્ય કેવી રીતે હશે, જ્યારે હવે લોકડાઉન ખુલવા લાગ્યું છે 

જવાબ : મારો અનુભવ છે કે કોરોના ઝડપથી ફેલાઈ રહ્યો છે, પણ તેના કારણે મોતનો દર ઓછો થયો છે. ભારતમાં કમ્પલેટ લોકડાઉન અને પબ્લિક હેલ્થ ઈન્ફ્રાસ્ટ્ર્ક્ચર પર ધ્યાન આપવાથી કોરોનાથી મરનારાઓની સંખ્યા ઓછી થવામાં મદદ મળી છે. એવું કહેવું ઉતાવળ ભર્યુ હશે કે વાઈરસ ક્યારે નાબૂદ થશે. સમય સમયે આ વાઈરસ તેની અસર બતાવશે. એટલા માટે આપણે પર્સનલ હાઈજીન અને ફિઝિકલ ડિસટન્સીંગ ધ્યાન રાખવાનું છે.

સવાલઃ શું તમને લાગે છે કે એસિમ્પ્ટોમેટિક દર્દીઓના કારણે ચિંતા વધારે છે, તેમના કારણે ગામ સુધી સંક્રમણ ફેલાઈ શકે છે?

જવાબ : મને WHOના ઉદાહરણની ખબર છે કે ટેસ્ટિંગમાં પોઝિટિવ આવી રહેલા ઘણા દર્દીઓ એસિમ્પ્ટોમેટિક છે,પણ એ પણ સાચું છે કે એસિમ્પ્ટોમેટિક ટ્રાન્સમિશનનું ચોક્કસ અને પૂરતો પુરાવો નથી.

અમેરિકાના સેન્ટર ફોર ડિઝીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શને માથામાં દુખાવો, માંસ-પેશીઓમાં દુખાવો, આંખમાં ગુલાબીપણું, ગંધ અથવા સ્વાદની પરખ ન થવી, શરદી અને ગળામાં દુખાવાને કોરોનાના લક્ષણોમાં સમાવેશ કર્યો છે. ભારતના લિસ્ટમાં આ લક્ષણોને સામેલ કર્યા પહેલા તેમા વધારે અભ્યાસની જરૂર છે.

સવાલઃ દિલ્હી, મુંબઈ, આગરા, પશ્વિમ બંગાળ, ઈન્દોર અને અમદાવાદમાં સ્થિતિ વધારે બગડવાનું કારણ શું છે?

જવાબ : હું રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે સતત સંપર્કમાં છું. તેઓ સંક્રમણ અટકાવવાના પૂરતા પ્રયાસ કરી રહ્યા છે. આ એ વાત પર આધારિત છે કે કોમ્યુનિટી સોશિયલ ડિસટન્સીંગ પ્રત્યે કેટલી જવાબદારી નિભાવી રહી છે? આ પ્રયાસોમાં થોડીક પણ બેદરકારી સ્થિતિને બગાડી શકે છે.

સવાલઃ ટેસ્ટિંગની શું સ્થિતિ છે, શું આનાથી બિમારીને રોકી શકાશે?

જવાબ : હાલ જરૂરિયાત પ્રમાણે ટેસ્ટિંગ કરાઈ રહ્યા છે. જોખમ વાળા અથવા પછી બિમારીના લક્ષણ વાળા લોકોને પ્રાયોરિટી આપવામાં આવી રહી છે. સ્થિતિને ધ્યાનમાં રાખતા સમય સમયે સ્ટ્રેસજી બદલવામાં આવે છે. દરરોજ 1.60 લાખ ટેસ્ટ કરવાની કેપેસિટી છે.અત્યાર સુધી 32 લાખ 44 હજાર 884 ટેસ્ટ કરવામાં આવ્યા છે.  હું પહેલા પણ કહી ચુક્યો છું કે 1.3 અબજની વસ્તીનું વારંવાર ટેસ્ટિંગ કરાશે તો આ મોંઘુ નહીં પડે પણ શક્ય પણ નહીં હોય.

સવાલઃ એઈમ્સના ડાયરેક્ટરે ગત દિવસોમાં કહ્યું હતું કે, આગામી બે મહિનામાં સ્થિતિ વધારે બગડી શકે છે. એવામાં કોરોનાના કેસ ઓછા થવાની કેટલી આશા છે?

જવાબ : હાલ સ્થિરતા જોવા મળી રહી છે. અચાનક એકદમ વધારો જોવા મળ્યો નથી. અમે સંક્રમણના કેસમાં ઘટાડો લાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. અમારા વૈજ્ઞાનિકો રિસર્ચમાં લાગી ગયા છે.

સવાલ: કોરોનાના કેસ વધવાની સ્થિતિમાં બેડ, વેન્ટીલેટર, અને પીપીઈ કીટ માટે કેવી તૈયારી છે?

જવાબ : અમે પડકાર સામે લડવા માટે તૈયાર છીએ. અમારી પાસે 2 લાખ 49 હજાર 636 ડેડિકેટેડ કોવિડ હોસ્પિટલ અને 1 લાખ 75 હજાર 982 સેન્ટર છે. 60 હજાર 848 વેન્ટીલેટરના ઓર્ડર આપવામાં આવ્યા છે જે અલગ અલગ તબક્કામાં જૂન સુધી મળી જશે. રાજ્યો પાસે અત્યાર સુધી 32.54 લાખ પીપીઈ કીટ ઉપલબ્ધ થે, 2.23 કરોડનો ઓર્ડર આપી દીધો છે, જેમાંથીલ 89.84 લાખ કીટ આવી ગઈ છે. દેશમાં દરરોજ 3 લાખ કીટ બની રહી છે.

સવાલઃ એક ડોક્ટર હોવાની રીતે લોકોને બિમારીથી બચવા માટે કેવા સૂચન કરશો. સૌથી વધારે અસુરક્ષિત તબક્કો કયો છે? શું લોકડાઉનથી ફાયદો થયો?

જવાબ : મેં ઘણી વખત કહ્યું છે કે હાલ સોશિયવ અને ફિઝીકલ ડિસ્ટેસિંગ જ સૌથી કારગર વેક્સીન છે. ઈન્ડસ્ટ્રિયલ અને કન્સ્ટ્રક્શન સાથે જોડાયેલા મજૂર, ભીડ ભાડ વાળા વિસ્તારમાં રહેતા લોકોને વધારે જોખમ છે. હું પહેલા પણ કહી ચુક્યો છું કે કોરોના સંક્રમણ અટકાવવામાં લોકડાઉન સફળ નિવડ્યું છે, પણ તેની સામાજિક-આરથિક અસરને સમજવી પણ જરૂરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here