Saturday, September 18, 2021
Homeકામની વાત : હવે સરળતાથી તમારા PF અકાઉન્ટમાંથી એક કલાકમાં રૂપિયા ઉપાડી...
Array

કામની વાત : હવે સરળતાથી તમારા PF અકાઉન્ટમાંથી એક કલાકમાં રૂપિયા ઉપાડી શકો

કોરોનાકાળમાં લોકોને મેડિકલ ઈમર્જન્સીમાં પૈસાની સમસ્યાનો સામનો ન કરવો પડે તેના માટે EPFOએ ખાસ સુવિધા શરૂ કરી છે. જેના અંતર્ગત હવે તમે સરળતાથી તમારા PF અકાઉન્ટમાંથી એક કલાકમાં 1 લાખ રૂપિયા ઉપાડી શકો છો. તમે કોઈપણ ઈમર્જન્સીના સમયમાં આ પૈસા ઉપાડી શકો છો. આ સુવિધા દ્વારા કોઈપણ વ્યક્તિ PF અકાઉન્ટમાંથી પૈસા ઉપાડી શકે છે.

પહેલા મેડિકલ બિલ જમા કરાવવું પડતું હતું
EPFOના અનુસાર, આ અગાઉ પણ મેડિકલ ઈમર્જન્સીના સમયે EPFમાંથી પૈસા ઉપાડી શકાતા હતા પરંતુ તેના માટે તમારે પહેલા મેડિકલ બિલ જમા કરાવવું પડતું હતું. પરંતુ આ મેડિકલ એડવાન્સ પહેલાની સર્વિસ કરતા અલગ છે. તેમાં તમારે કોઈ પણ બિલ જમા નહીં કરાવવું પડે. તમારે માત્ર અપ્લાય કરવાનું છે અને પૈસા તમારા ખાતામાં ટ્રાન્સફર થઈ જશે.

કેવી રીતે ઉપાડી શકાશે પૈસા

  • PFમાંથી પૈસા ઉપાડવા માટે કર્મચારીએ સૌથી પહેલા EPFOની સત્તાવાર વેબસાઈટ https://unifiedportal-mem.epfindia.gov.in/memberinterface/ પર લોગઈન કરવું પડશે.
  • વેબસાઈટ ઓપન થતાં જ રાઈટ સાઈડ પર UAN અને પાસવર્ડ અને કેપ્ચા નાખીને સાઈન ઈન પર ક્લિક કરો.
  • ઓપન કરવામાં આવેલા પેજ પર, જમણી બાજુએ online Services ટેબ પર ક્લિક કરો અને ડ્રોપ-ડાઉન યાદીમાંથી Form (ફોર્મ- 31,19,10C અને 10D) પસંદ કરો.
  • તમે મેમ્બરની ડિટેઈલ અહીં જોઈ શકો છો. હવે વેરિફાઈ કરવા માટે અને ‘હા’ પર તમારા બેંક અકાઉન્ટના છેલ્લા ચાર ડિજિટ એન્ટર કરો.
  • બીજા પેજ પર ફોર્મ નંબર 31ની પસંદગી કરો.
  • તમારા કારણની પસંદગી કરો. અપેક્ષિત રકમ એન્ટર કરો અને પાસબુકની સ્કેન કોપી અપલોડ કરો અને તમારું સરનામું દાખલ કરો.
  • ત્યારબાદ તમને અહીં ‘I want to apply for’લખેલું આવશે જેના પર તમારે ક્લિક કરવું પડશે. ત્યારબાદ ‘Proceed for online claim’પર ક્લિક કરો.

ઓનલાઈન ક્લેમ માટે કેટલીક શરતો

  • UAN એક્ટિવેટેડ હોવો જોઈએ.
  • તમારો વેરિફાઈડ આધાર UANની સાથે લિંક્ડ હોવો જોઈએ.
  • IFSC કોડની સાથે બેંક ખાતું UANની સાથે લિંક હોવું જોઈએ.

1 લાખ ઉપાડવા પર રિટાયર્મેન્ટ પર 1.56 લાખ રૂપિયા ઓછા મળશે
અંદાજિત ગણતરીના અનુસાર, જો તમારા રિટાયર્મેન્ટમાં 30 વર્ષનો સમય બાકી છે અને તમે અત્યારે PF અકાઉન્ટમાંથી 1 લાખ રૂપિયા ઉપાડો છો તો તેનાથી તમારા રિટાયર્મેન્ટ ફંડ પર 11.56 લાખ રૂપિયાની અસર થશે. અહીં જાણો કેટલા પૈસા ઉપાડવા પર તમારા રિટાયર્મેન્ટ ફંડ પર કેટલી અસર પડશે.

જરૂરી ન હોય તો PF ફંડમાંથી પૈસા ન ઉપાડવા
મની મેનેજમેન્ટ એક્સપર્ટનું માનવું છે કે જ્યાં સુધી જરૂરી ન હોય ત્યાં સુધી PF ઉપાડવાથી બચવું જોઈએ. તેના પર 8.5%ના દરે વ્યાજ મળી રહ્યું છે. આ સમયે PFમાંથી જેટલી વધારે રકમ ઉપાડશો, રિટાયર્મેન્ટ ફંડ પર એટલી જ ખરાહ અસર પડશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments