Monday, October 18, 2021
Homeવડોદરા : દેશના પ્રથમ પ્લાન્ટ એનિમલ સ્રેડર પ્લાન્ટનું કામ પૂર્ણતાના આરે,
Array

વડોદરા : દેશના પ્રથમ પ્લાન્ટ એનિમલ સ્રેડર પ્લાન્ટનું કામ પૂર્ણતાના આરે,

વડોદરા: વડોદરા શહેરના ગાજરાવાડી સ્લોટર હાઉસમાં મૃતક પશુઓની ખુલ્લામાં થતી ચીરફાડ હવે બંધ થશે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા હોલ એનિમલ સ્રેડર પ્લાન્ટ નાંખવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનું કામ પૂર્ણતાના આરે છે. આ પ્લાન્ટ ગુજરાતમાં જ નહીં પરંતુ, ભારતનો પ્રથમ પ્લાન્ટ હોવાનો દાવો પાલિકાએ કર્યો છે. નોંધનીય છે કે, સ્લોટર હાઉસમાં મૃતક પશુઓની દુર્ગંધથી આસપાસના રહીશોને રહેવું મુશ્કેલ થઇ ગયું હતું.

એનિમલ સ્રેડર પ્લાન્ટમાં મૂકવામાં આવેલુ મશીન

સયાજીરાવ ગાયકવાડના સમયથી સ્લોટર હાઉસ કાર્યરત છે

સર સયાજીરાવ ગાયકવાડના સમયથી ગાજરાવાડીમાં સ્લોટર હાઉસ કાર્યરત છે. વર્ષો પૂર્વે મોટો ખાડો કરવામાં આવતો હતો. અને તેમાં ગેમેશીન પાવડર નાખીને 25થી 30 પશુઓને એક સાથે દાટવામાં આવતા હતા. પરંતુ નાના પશુઓ જેવા શ્વાન, બિલાડી, ભુંડ અને વાંદરા વિગેરેના નિકાલ માટે વર્ષ-2019માં ઇન્સીનેટર શરૂ કરવામાં આવ્યું હતું. આ પશુઓનો ઇન્સીનેટરમાં નિકાલ કરવામાં આવતો હતો. જ્યારે મોટા પ્રાણીઓ ગાય, ભેંસ, પાડા અને વાછરડાની ચિરફાડ કરવામાં આવે છે. અને તેમાંથી નીકળતા મટન, હાડકાં ચામડા કાઢીને તેઓનો સ્લોટર હાઉસ સ્થિત પાંચ ટીપીડી બાયોગેસ પ્લાન્ટમાં નિકાલ કરવામાં આવે છે. અને તેમાંથી ઉત્પન્ન થતાં ગેસથી જનરેટર ચલાવવામાં આવે છે.

પશુઓના માંસ, હાડકાંમાંથી ખાતર અને ગેસ ઉત્પન કરવામાં આવશે

મોટા પશુઓના ચિરફાડથી આસપાસના વિસ્તારોમાં ભારે દુર્ગંધ ફેલાય છે. સ્થાનિક કાઉન્સિલરો અને લોકો દ્વારા સ્લોટર હાઉસને વડોદરા શહેરથી દૂર કરવા માટે અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે. ભારે દુર્ગંધના કારણે આરોગ્યનો પ્રશ્ન પણ ઉઠ્યો હતો. આવી અનેક સમસ્યાઓને લઇ વડોદરા મહાનગરપાલિકા દ્વારા હવે ગાજરાવાડી સ્લોટર હાઉસ ખાતે હોલ એનિમલ સ્રેડર પ્લાન્ટ નાંખવામાં આવી રહ્યો છે. આ પ્લાન્ટથી નાના-મોટા તમામ મૃત પશુઓનો નિકાલ થશે. અને પશુઓના માંસ, હાડકાંમાંથી ખાતર અને ગેસ ઉત્પન કરવામાં આવશે.

એક વર્ષ પહેલાં એનિમલ સ્રેડર પ્લાન્ટનો ઓર્ડર આપવામાં આવ્યો હતો

વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય અમલદાર ડો. દેવેશ પટેલે જણાવ્યું હતું કે, એક વર્ષ પહેલાં એનિમલ સ્રેડર પ્લાન્ટનો ઓર્ડર આપવામાં આવ્યો હતો. અને હાલમાં આ પ્લાન્ટ પ્રસ્થાપિત કરવામાં આવી રહ્યો છે. રૂપિયા 1.25 કરોડના ખર્ચે આ પ્લાન્ટ નાંખવામાં આવી રહ્યો છે. આ પ્લાન્ટથી પશુઓની ચીરફાડ બંધ થઇ જશે. અને દુર્ગંધની સમસ્યા દૂર થઇ જશે. આ સાથે ખાતર અને ગેસનું ઉત્પાદન પણ થશે. નવા પ્રસ્થાપિત થઇ રહેલા પ્લાન્ટ ઉપર નાડીયા જ્ઞાતીના માણસો જ કામ કરશે. આ પ્લાન્ટ ગુજરાતનો જ નહીં પરંતુ, ભારતમાં પ્રથમ પ્લાન્ટ સ્થપાઇ રહ્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments