દહેગામ : મામલતદાર કચેરી ખાતે ૧૭૦ જેટલા વિધવા બહેનોને વર્ક ઓર્ડર આપવામાં આવ્યો : કોરોનાની કીટનું પણ વિતરણ કરવામાં આવ્યું.

0
0

 

મામલતદાર કચેરી ખાતે ૧૭૦ જેટલા વિધવા બહેનોને વર્ક ઓર્ડર આપવામાં આવ્યો
કોરોનાનો સામનો કરવા માટેની કિટ પણ વિતરણ કરવામાં આવી.
સ્થાનિક ધારાસભ્ય મામલતદાર, નાયબ મામલતદાર હાજર રહેવા પામ્યા.

 

 

ગાંધીનગર જિલ્લાના દહેગામ મામલતદાર કચેરી ખાતે આજે દહેગામ તાલુકાના ૧૭૦ જેટલા નવા વિધવા બહેનોને વિધવા સહાયના ઓર્ડર સ્થાનિક અધિકારીઓના રૂબરૂમાં આપવામાં આવ્યા. તેની સાથે હાલના કોરોનાને ધ્યાનમાં લઈને કોરોનાનો સામનો કરવા માટેની આવેલી કીટ તમામ વિધવા બહેનોને આપવામાં આવી.

 

 

આ કાર્યક્રમમાં દહેગામના ધારાસભ્ય શ્રી બલરાજસિહ ચૌહાણ, મામલતદાર એચ.એલ.રાઠોડ, નાયબ મામલતદાર ભવરસિંહ ચાવડા અને વી.સી.રાવલ તથા સુમેરુ ભાઈ અમીન તથા મામલતદાર કચેરીનો સ્ટાફ હાજર રહેવા પામ્યો હતો. કોરોના સમય તાલુકાના વિધવા બહેનોને પોતાનું જીવન સ્વાવલંબી બનાવવા માટે દહેગામ મામલતદારશ્રીએ તાલુકાના 40 વર્ષ ઉપરના 4631 અને ૪૦ વર્ષની નીચેના 382 ઇન્દિરા ગાંધી વૃદ્ધ સહાયન 1777 તેમજ નિરાધાર વૃદ્ધ 521 લાભાર્થીઓને લાભ આપવામાં આવ્યો છે. દહેગામ મામલતદાર તેમજ નાયબ મામલતદાર અને તેમના સ્ટાફ ની પ્રશંસનીય કામગીરીને બિરદાવવામાં આવી રહી છે કારણકે ગાંધીનગર જિલ્લાના દહેગામ ખાતે વિધવાબહેનોને સૌથી વધુ લાભ મળવા પામ્યો છે. દહેગામ ધારાસભ્યે પણ મામલતદાર અને તેમના સ્ટાફની સારી કામગીરીની પ્રશંસા કરી છે. આમ દહેગામ મામલતદાર કચેરી ખાતે આજે વિધવાબહેનોને ઓર્ડર મળતા તમામ બહેનોમાં ખુશી વ્યાપી જવા પામી હતી અને મામલતદારની સારી કામગીરીની પ્રશંસા કરતા જોવા મળ્યા હતા.

 

રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ, CN24NEWS, દહેગામ, ગાંધીનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here