હાલોલ નજીક MGVCL ની મેઈન્ટેનન્સની કામગીરી કરતી વખતે વીજ થાંભલા પરથી પડી જતા કામદારનું મોત

0
0

પંચમહાલ-હાલોલ રોડ પર મેઈન્ટેનન્સનું કામ કરી રહેલા કામદારનું વીજ થાંભલા પરથી પડી જતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી અને કામદારના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હાલોલ રેફરલ હોસ્પિટલમાં મોકલી આપીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

વીજ થાંભલા પરથી પડી જતા કામદારનું મોત
વીજ થાંભલા પરથી પડી જતા કામદારનું મોત
ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં કામદારનું મોત
પંચમહાલ જિલ્લાના રીછીયા ગામનો સુરેશ બળવંતભાઇ ચૌહાણ અરાદ રોડ પર MGVCL ની મેઈન્ટેનન્સની કામગીરી કરી રહ્યો હતો. આ દરમિયાન તે અચાનક જ વીજ થાંભલા પરથી પડી ગયો હતો. જેથી તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો અને તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. કામદારના મોતને પગલે આસપાસના લોકો તુરંત જ દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરી દીધી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચીને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી
પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી

મંગળવારે MGVCL દ્વારા મેઈન્ટેનન્સની કામગીરી થાય છે

દર મંગળવારે MGVCL દ્વારા શહેર અને તાલુકા વિસ્તારોમાં મેઈન્ટેનન્સની કામગીરી કરવામાં આવે છે. આજે અરાદ રોડ પર કામગીરી ચાલુ હતી, તે દરમિયાન દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં કામદારે જીવ ગુમાવ્યો હતો. જેને પગલે તેના પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here