અમદાવાદ : હાથમાં પથ્થર,લાકડીઓ,દંડા લઈને શ્રમિકો રોડ પર ઉતરી આવ્યા, રોકવા આવેલી પોલીસ પર પથ્થરમારો કર્યો

0
6

અમદાવાદ. વસ્ત્રાપુર વિસ્તારમાં IIM પાસે શ્રમિકોએ પોલીસ પર પથ્થરમારો કર્યો હોવાની ઘટના બની છે. પોલીસે 4 જેટલા ટીયર ગેસના સેલ છોડ્યા છે. સમગ્ર વિસ્તારમાં પોલીસે કોમ્બિન્ગ શરૂ કર્યું છે. ઘટનાની જાણ થતા વસ્ત્રાપુર પોલીસ, ઝોન 1 સ્કવોડ અને ક્રાઈમ બ્રાન્ચ સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. હાલમાં પોલીસે પરિસ્થિતિ કાબુમાં લઇ લીધી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, અચાનક જ શ્રમિકો હાથમાં પથ્થર, લાકડીઓ, દંડા લઈને રોડ પર ઉતરી આવ્યા હતા. પોલીસે આવી તમામને રોકવાનો પ્રયાસ કરતા ટોળાએ પથ્થરમારો શરૂ કરી દીધો હતો. પોલીસે તેઓ કાબુમાં લેવા ટીયરગેસના સેલ છોડ્યા હતા જેથી શ્રમિકોનું ટોળું વિખેરાઈ ગયું હતું. મોટી સંખ્યામાં પોલીસ કાફલો દોડી આવ્યો હતો. સપાસમાં કન્સ્ટ્રક્શન સાઈટમાં રહેતા મજૂરોની ઓરડીમાં પોલીસ દ્વારા 50થી વધુ પરપ્રાંતિયોને અટકાયતમાં લઇ લેવામાં આવ્યા છે. તમામ લોકોની પૂછપરછ કરવામાં આવશે અને જેટલા પણ તોફાની તત્વો છે તેમને અલગ કરી ગુનો નોંધી ધરપકડ કરવામાં આવશે.


શ્રમિકોને અંદર જવાનું કહેતા તેઓએ ઉશ્કેરાઈ પથરાવ કર્યો હતો: જેસીપી અમિત વિશ્વકર્મા

સેકટર-1 જેસીપી અમિત વિશ્વકર્માના જણાવ્યા મુજબ, તેઓ રોડ પર આવી ગયા હતા તેઓને અંદર જવાનું કહેતા ઉશ્કેરાઈ ગયા હતા અને પથરાવ કર્યો હતો. અમે કેટલાક શ્રમિકોની અટકાયત કરી છે. તમામની પૂછપરછ કરવામાં આવશે. તેઓની તમામ સમસ્યાઓ અમે સાંભળીશું તેમને વતન જવું હશે તો વ્યવસ્થા કરીશું. ટ્રેનો ચલાવવામાં આવી જ રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here