રાજકોટ : શાપર-વેરાવળમાં શ્રમિકો વિફર્યા, હાઇવે ચક્કાજામ કર્યો, વાહનોમાં તોડફોડ, પથ્થરમારો કરતા પોલીસ અને પત્રકારને ઇજા

0
0

રાજકોટ. લોકડાઉનને કારણે પરપ્રાંતીયો વતન જવાની જીદ પર અડગ બન્યા છે. આજે રાજકોટના શાપર-વેરાવળમાં શ્રમિકોએ  વતન જવાની જીદ પકડી હતી. શ્રમિકો વિફર્યા હતા અને નેશનલ હાઇવે પર ઉતરી  આવ્યા હતા.  હાઇવે પર ચાલતા વાહનો રોકી ધોકાથી તોડફોડ કરી હતી. શ્રમિકોએ નેશનલ હાઇવે પર ડિવાઇડર પર ઉભા વૃક્ષો પણ ઉખાડ્યા હતા અને ધોકા લઇ ટ્રક, કારના કાચ ફોડ્યા હતા. જો કે ઘટનાની જાણ થતા જ પોલીસના ધાડેધાડા નેશનલ હાઇવે પર ઉતરી આવ્યા હતા અને પરિસ્થિતિનિ કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો છે. શાપર નજીક શ્રમિકોએ પોલીસ પર પથ્થરમારો કર્યાનું જાણવા મળ્યું છે. . બેકાબૂ બનેલા ટોળાએ પથ્થરમારો અને તોડફોડ કરતા કેટલાક પોલીસ જવાનો અને પત્રકારોને ઇજા પહોંચી છે. આથી તેઓને સારાવાર માટે નજીકની હોસ્પિટલે ખસેડ્યા છે. સ્થિતિને કાબૂમાં કરવા માટે જિલ્લામાંથી પોલીસને બોલાવવામાં આવી છે.

SP બલરામ મીણાની સમજાવવાની કોશિશ

બાદમાં એસપી બલરામ મીણાએ બધા શ્રમિકોને એક જગ્યાએ એકત્રિત કર્યા હતા અને સમજાવ્યા હતા કે કાયદો હાથમાં ન લો. ગુજરાત સરકાર ટ્રેમ મારફત તમામને મોકલી રહી છે. ધીરજ રાખો અને કોઇ પણ તોડફોડ કરશે કે ગેરકાયદેસરની પ્રવૃત્તિ કરશે તેની વિરૂદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here