અમદાવાદ : વસ્ત્રાપુર વિસ્તારમાં IIM પાસે શ્રમિકોએ પોલીસ પર પથ્થરમારો કર્યો, 50થી વધુની અટકાયત

0
0

અમદાવાદ. વસ્ત્રાપુર વિસ્તારમાં IIM પાસે શ્રમિકોએ પોલીસ પર પથ્થરમારો કર્યો હોવાની ઘટના બની છે. પોલીસે 4 જેટલા ટીયર ગેસના સેલ છોડ્યા છે. સમગ્ર વિસ્તારમાં પોલીસે કોમ્બિન્ગ શરૂ કર્યું છે. ઘટનાની જાણ થતા વસ્ત્રાપુર પોલીસ, ઝોન 1 સ્કવોડ અને ક્રાઈમ બ્રાન્ચ સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. હાલમાં પોલીસે પરિસ્થિતિ કાબુમાં લઇ લીધી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, અચાનક જ શ્રમિકોના ટોળાએ રસ્તા પર આવી રસ્તો રોક્યો હતો. પોલીસે આવી તમામને રોકવાનો પ્રયાસ કરતા ટોળાએ પથ્થરમારો શરૂ કરી દીધો હતો. પોલીસે તેઓ કાબુમાં લેવા ટીયરગેસના સેલ છોડ્યા હતા જેથી શ્રમિકોનું ટોળું વિખેરાઈ ગયું હતું. મોટી સંખ્યામાં પોલીસ કાફલો દોડી આવ્યો હતો. સપાસમાં કન્સ્ટ્રક્શન સાઈટમાં રહેતા મજૂરોની ઓરડીમાં પોલીસ દ્વારા 50થી વધુ પરપ્રાંતિયોને અટકાયતમાં લઇ લેવામાં આવ્યા છે. તમામ લોકોની પૂછપરછ કરવામાં આવશે અને જેટલા પણ તોફાની તત્વો છે તેમને અલગ કરી ગુનો નોંધી ધરપકડ કરવામાં આવશે.

Corona Ahmedabad LIVE, More than 250 cases of corona are reported daily in the city

લોકડાઉન-4માં છૂટછાટની જાહેરાત થાય તે પહેલા જ રિક્ષાઓ રોડ પર દોડી

લોકડાઉન 4માં કેટલીક છૂટછાટને લઈ કેન્દ્ર સરકારે રાજ્ય સરકારને નિર્ણય લેવા સત્તા આપી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રવિવારે રાતે રિક્ષા બાઇક ચાલકો, પરિવહન સહિત કેટલીક છૂટછાટ અપાશે તેવી જાહેરાત કરી હતી. મંગળવારથી શરૂ કરવા અંગેની જાહેરાત કરવામાં આવી હોવાના પહેલા જ સોમવારથી જ અમદાવાદમાં કેટલાક વિસ્તારમા રિક્ષાઓ રોડ પર દોડતી થઈ ગઈ હતી. રિક્ષાચાલકો બે- ચાર પેસેન્જર બેસાડી જતા નજરે પડ્યા હતા. કેટલાક રિક્ષાચાલકો પોતે કરીયાણું લેવા લઈ જતા હોવાનું બહાનું પણ કાઢતાં હતાં. હજી આજે રાજય સરકાર નવી ગાઈડલાઈન બહાર પાડી કેટલીક છૂટછાટ આપશે તેની જાહેરાત પહેલા જ રિક્ષાચાલકોએ રિક્ષા રોડ પર દોડાવવાની શરૂ કરી દીધી હતી.

લોકડોઉન-4માં છૂટછાટના સંકેત, પોલીસે માત્ર 24 કલાક માટે જ કલમ 144 વધારી

કોરોના વાયરસના કારણે લોકો વચ્ચે સોશિયલ ડિસ્ટન્સ રાખવા તેમજ આ વાયરસને ફેલાતો અટકાવવા માટે સરકાર દ્વારા લોકડોઉન કરવા આવ્યું હતું. જેમાં અલગ અલગ જગ્યાએ પોલીસ દ્વારા 144 કલમ હેઠળ જાહેરનામું જાહેર કરીને 4 લોકોને એકત્ર થવા પર રોક મુકવામાં આવી છે. હવે લોકડોવન-4માં કેટલીક છૂટછાટ મળવાની છે, જેમાં કેટલીક રાહત મળી શકે તેવો અણસાર આવવા મંડ્યા છે. અમદાવાદમાં આજે માત્ર 1 દિવસ એટલે 24 કલાક માટે જ 144 રીન્યુ કરવામાં આવી છે એટલે એમ માની શકાય કે, આજે સરકાર દ્વારા રજૂ કરનારા નવા નિયમ બાદ શહેરમાં ધંધા રોજગાર અને અન્ય વસ્તુઓ ચાલુ થઈ શકે છે. જે સરકારની જાહેરાત બાદ 144 માં પણ રાહત મળી શકે છે અને ફરી અમદાવાદ પાટા પર આવવા લાગે તેવી તૈયારીઓ થઈ રહી છે.

Corona Ahmedabad LIVE, More than 250 cases of corona are reported daily in the city

શહેરમાં કોરોનાથી દર 24 કલાકે 20થી 30ના મોત થાય છે

રાજ્યભરમાં કોરોના કહેર સતત વધી રહ્યો છે. ખાસ કરીને અમદાવાદની સ્થિતી વધારે ખરાબ છે. અમદાવાદમાં દરરોજ 250થી વધુ પોઝિટિવ કેસો નોંધાય છે. ગઈકાલે 24 કલાકમાં એટલે કે, 16મેની સાંજથી 17 મેની સાંજ સુધીમાં કોરોનાના વધુ 276 કેસ નોંધાયા છે અને 31ના મોત થયા છે. જ્યારે 115 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે જ અમદાવાદમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 8420, કુલ મૃત્યુઆંક 524 અને કુલ 2660 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. હાલ શહેરમાં કોરોનાના 5236 એક્ટિવ કેસ છે. શહેરમાં કોરોનાના કારણે છેલ્લા એક અઠવાડિયાથી દર 24 કલાકમાં 20થી 30 લોકોના દર્દીઓના મોત થાય છે. ઘણીવાર મોતનો આંકડો 30ને પણ પાર થઈ જાય છે.

દૂરદર્શન ના અમદાવાદ ક્લાર્કનું કોરોનાના કારણે મોત

અમદાવાદ દૂરદર્શનના ક્લાર્કનું કોરોનાના કારણે મોત નિપજ્યું છે. 30 વર્ષથી કે. ટી. સોલંકી દૂરદર્શનમાં ક્લાર્ક તરીકે નોકરી કરતા હતા. 4મી મેથી તેમની તબિયત ખરાબ થઈ હતી. 13મી મેના રોજ તેમનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવતા તેમને સારવાર અર્થે નરોડા ખાતે આવેલી GCS હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં દાખલ થયા બાદ તેમણે કોરોના વાયરસનો હિંમતથી સામનો કરવાની અપીલ કરતો સેલ્ફી વિડિયો સોશિયલ મીડિયામાં મૂક્યો હતો. પરંતુ દાખલ થયાના 5 દિવસમાં જ કોરોના વાયરસ સામે હારી ગયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here