Friday, January 17, 2025
Homeવર્કઆઉટ : પુશઅપ કરવાથી પેટના સ્નાયુ મજબૂત બને છે, બિગનર્સ માટે આ...
Array

વર્કઆઉટ : પુશઅપ કરવાથી પેટના સ્નાયુ મજબૂત બને છે, બિગનર્સ માટે આ એક્સર્સાઇઝ બેસ્ટ છે

- Advertisement -

(હેલ્થ ડેસ્ક. રવિ કાયસ્થ )પુશઅપ્સ સૌથી સુરક્ષિત એક્સર્સાઇઝ મનાય છે. શરીરના ઊપરના ભાગના સ્નાયુઓ મજબૂત કરવા માટે પુશઅપ્સ શ્રેષ્ઠ કસરત છે. તેની અસર છાતીના સ્નાયુ, ટ્રાઈસેપ્સ, ખભા અને પેટના સ્નાયુ પર થાય છે. પુશઅપ્સ કોઈ પણ વ્યક્તિ સરળતાથી શીખી શકે છે. તેના માટે કોઈ ખાસ સાધનની જરૂર નથી હોતી. કોઈપણ જગ્યાએ અને ગમે તે સમયે પણ પુશઅપ્સ કરી શકાય છે. પુશઅપ્સથી ઘણા બધા ફાયદા થાય છે. જો કે, પુશઅપ્સ કરતી વખતે કેટલીક વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે.

બિગનર્સ માટે આ વર્કઆઉટ જરૂરી છે

  • પુશઅપ્સ શરીરમાંથી વધારાની ચરબી ઓગાળવાનું કામ કરે છે. વિવિધ સ્નાયુઓને મજબૂત બનાવવા માટે વ્યક્તિએ જુદા-જુદા પ્રકારે પુશઅપ્સ કરવા જોઇએ. જેમ કે, ક્લોઝ, ગ્રિપ પુશઅપ, વાઈડ ગ્રિપ પુશઅપ અને સ્ટેગર્ડ પુશઅપ. બિગનર્સ એટલે કે જેમણે વર્કઆઉટ કરવાનું શરૂ કર્યું છે, તેમના માટે પુશઅપ્સ મહત્ત્વપૂર્ણ એક્સર્સાઇઝ છે. આ ઉપરાંત, બોડી બિલ્ડર્સ માટે પણ આ ફાયદાકારક છે કારણ કે, તે શરીરના ઉપર ભાગને મજબૂત બનાવે છે. આ ટ્રાઈસેપ્સ, પેક્ટોરલ (ચેસ્ટથી ખભાના ભાગને જોડતા સ્નાયુ) અને ખભાના સ્નાયુને મજબૂત બનાવે છે.
  • પુશઅપ્સ એક્સર્સાઇઝ કરવી જરૂરી છે. પરંતુ સાચી ટેક્નિક અને યોગ્ય જાણકારી ન હોય તો તે ઘાતક સાબિત થઈ શકે છે. ખોટી રીતે પુશઅપ્સ કરવામાં આવે તો વ્યક્તિને ખભાના નીચલા ભાગમાં દુખાવો અને ખભામાં પીડા થઈ શકે છે. તેથી, જ્યારે પણ વર્કઆઉટની શરૂઆત કરીએ ત્યારે આ અંગે જાણકારી હોવી જરૂરી છે.
  • જો કોઈ પણ વ્યક્તિને પહેલેથી ખભામાં દુઃખાવો રહેતો હોય અથવા બાયપાસ સર્જરી કરાવેલી હોય તો તે વ્યક્તિએ પુશઅપ્સ કરવાનું ટાળવું જોઇએ. જો કોઈનું વજન વધારે હોય તો તેણે શરૂઆતમાં પુશઅપ્સ ન કરવા જોઇએ.
  • હાથનાં કાંડામાં પહેલેથી ઈજા થઈ હોય તો પુશઅપ્સ કરવા જોખમી સાબિત થઈ શકે છે. તેથી, આ એક્સર્સાઇઝ કરતાં પહેલાં ડોક્ટરની સલાહ લેવી જોઈએ. જે વ્યક્તિ પુશઅપ્સ ન કરી શકતી હોય તો તે ડોલ્ફિન પુશઅપ્સ કરી શકે છે. ડોલ્ફિન પુશઅપ્સ કોણીની મદદથી કરી શકાય છે. શરીર ધીમે-ધીમે પુશઅપ્સને અનુકૂળ થઈ જાય છે. તેથી, આ એક્સર્સાઇઝની અસર ઓછી થવા લાગે છે. પુશઅપ્સ કરવાનું શરૂ કર્યાં બાદ ધીમે-ધીમે તેના સમયમાં વધારો કરી સ્નાયુને વધુ મજબૂત બનાવી શકાય છે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular