દહેગામ : તલોદ તાલુકાના છત્રીસા ગામે વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી કરવામાં આવી.

0
13

તલોદ તાલુકાના છત્રીસા ગામે આગણવાડી કેન્દ્ર ખાતે વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ માં જિલ્લા પ્રોગ્રામ ઓફિસર તેજલબેન, તાલુકા વિકાસ અધિકારી હર્ષદભાઈ પટેલ તેમજ cdpo મુખ્ય સેવિકાઓ,સખી મંડળની બહેનો અને આંગણવાડી બહેનો આ કાર્યક્રમમાં હાજર રહેવા પામ્યા હતા. તારીખ 1 થી 7 સુધી સ્તનપાન સપ્તાહની ઉજવણી છત્રીસા ખાતે સગર્ભા માતાના ઘર આંગણે ફળનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. સાથે સગર્ભા માતા અને એમના કુટુંબીજનોને વૃક્ષની એક બાળકની જેમ સારસંભાળ રાખીને નવજાત બાળક અને છોડનો ઉછેર કરવા અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.

 

 

તેમજ બાળકના જન્મના એક જ કલાકમાં તરત જ માતાનું દૂધ આપવું તેમજ છ માસ સુધી બાળકને માત્ર ને માત્ર સ્તનપાન કરાવવા અંગેની માહિતી તથા નવજાત શિશુનો ઉછેર ખૂબ સાવચેતીથી કરવામાં આવે છે કેવી રીતે બાળકના જન્મના પ્રથમ 1000 દિવસ સુધી એનો સાવચેતીપૂર્વક ઉછેર કરવો તેવી આ કાર્યક્રમમાં વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.

 

 

તલોદ તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારી તલોદના ગ્રામ્ય વિસ્તારોમાં નાના મોટા કાર્યક્રમમાં પ્રસંશનીય કામગીરી આપી રહ્યા છે. અને તાલુકા પંચાયત કચેરી આવતા તાલુકાના લાભાર્થીઓને પણ સંતોષકારક જવાબ આપતા તાલુકાની જનતામાં આવા અધિકારી ની કામગીરી થી મારે સંતોષ વ્યાપી જવા પામી છે અને આવા તાલુકા વિકાસ અધિકારીની સરાહના પણ થવા પામી છે.

 

 

રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ, CN24NEWS, દહેગામ, ગાંધીનગર