Sunday, November 28, 2021
HomeWorld Cancer Day: તમારા નખમાં આવું નિશાન હોય તો ચેતી જજો
Array

World Cancer Day: તમારા નખમાં આવું નિશાન હોય તો ચેતી જજો

સ્કીન કેન્સરને મેલાનોમાં કેન્સરથી પણ ઓળખવામાં આવે છે. જો તમારી સ્કીન પર મસા અથવા તલ છે અને ધીરે ધીરે મોટો થવા લાગે છે તો એ સ્કીન કેન્સરનું લક્ષણ છે. પરંતુ શું તમે જાણો છો કે તમારા નખથી પણ જાણી શકાય છે કે તમને સ્કીન કેન્સર છે કે નહીં. આ એક નવું લક્ષમ છે જેના માટે લોકોને ખબર નથી.

દર વર્ષે 4 ફેબ્રુઆરીએ દુનિયાભરમાં વર્લ્ડ કેન્સર ડે ઊજવવામાં આવે છે. એનો ઉદ્દેશ કેન્સર માટે જાગરૂકતા વધારવા માટે છે. દુનિયામાં થઇ રહેલા મોતનું બીજું કારણ કેન્સર છે.

સબંગુઅલ મેલોનોમાના લક્ષણ
સબંગુઅલ મેલોનોમાને નેલ મેલાનોમાના નામથી ઓળખાય છે. આ એક સ્કીન કેન્સર થે જે નખની નીચે થાય છે. એના લક્ષણો જાણવા મુશ્કેલ છે. પરંતુ હાથ અથવા પગના નખનીચે કાળી અથવા ભૂરા કલરની લાઇન બનવી એનું લક્ષણ હોઇ શકે છે.

આ વાતોનું રાખો ધ્યાન
નખની નીચે કાળા રંગની લાઇન પડવી સ્કીન કેન્સરનું એક માત્ર લક્ષણ નથી. આ લક્ષણોમાં નખની આસપાસ સ્કીન કાળી પડવી, લોહી આવવું, પસ આવવું, નખ તૂટવું વગેરે પણ છે.

સબંગુઅલ મેલાનોમાની સારવાર
એનાથી બચવા માટે પ્રારંભિક નિદાન મહત્વપૂર્ણ હોઇ શકે છે. એટલા માટે આવું કોઇ પણ લક્ષણ જોવા મળવા પર તમે તરત જ ડોક્ટરની સલાહ લો. ખાસ કરીને તમારા નખની આસપાસ કોઇ કાળી લાઇન બની રહી છે તો તમારે સતર્ક થઇ જવું જોઇએ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments