World COVID 19 Live Updates: વિશ્વમાં 7.47 લાખનાં મોત, 2.08 કરોડ સંક્રમિત

0
0

અમદાવાદ : કોરોના વાયરસે દુનિયાભરમાં તહેલકો મચાવ્યો છે. WHOએ મહામારી ઘોષિત કરેલા આ રોગનો દિવસેને દિવસે પ્રકોપ વધતો જાય છે. અમેરિકા જેવી મહાસત્તા પણ કોરોના સામે હાંફી રહી છે. દુનિયા મંદીના પહોંચી ગઈ છે. અમેરિકા, બ્રાઝીલ, રશિયા, ભારત,ઈટાલી, સ્પેન અને યૂરોપીય દેશોની સ્થિતિ કફોડી થઈ છે ત્યારે જે દેશમાં કોરોનાનો ઉદ્ભવ થયો તે ચીનની હાલત હાલ સ્થિર છે. આવો જાણીએ કોરોના વાયરસ અંગેની વૈશ્વિક સ્થિતિ….

13 ઓગષ્ટ, 2020

  • કુલ કેસ – 2.08 કરોડ
  • કુલ મૃત્યુઆંક – 7.47 લાખ
  • સાજા થયેલ દર્દીઓની સંખ્યા – 1.37 કરોડ

10:49 AM

સમગ્ર વિશ્વમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર વધ્યો છે. વિશ્વનાં અંદાજીત તમામ દેશો આ વાયરસની ઝપેટમાં આવ્યું છે. ત્યારે આ મહામારીની ઘાતક અસર અમેરિકામાં વધારે સર્જાઈ છે. જ્યારે દુનિયામાં કોરોનાના કેસની સંખ્યા બે કરોડ સાત લાખને પાર થઈ છે. જ્યારે કે, કોરોનાથી 7.47 લાખ લોકોના મોત થયા છે. દુનિયામાં સૌથી વધુ કેસ અમેરિકામાં નોંધાયા છે. યુએસમાં ઘાતક કોરોનાના 53.60 લાખ કેસ અને 1.69 લાખ લોકોના મોત થયા છે. બ્રાઝિલમાં 31.70 લાખ કેસ અને એક લાખથી વધુ લોકોના મોત થયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here