World COVID-19 Live Updates: વિશ્વમાં કુલ 1.82 કરોડ કેસ,6.92 લાખના મોત

0
0

અમદાવાદ : કોરોના વાયરસે દુનિયાભરમાં તહેલકો મચાવ્યો છે. WHOએ મહામારી ઘોષિત કરેલા આ રોગનો દિવસેને દિવસે પ્રકોપ વધતો જાય છે. અમેરિકા જેવી મહાસત્તા પણ કોરોના સામે હાંફી રહી છે. દુનિયા મંદીના પહોંચી ગઈ છે. અમેરિકા, બ્રાઝીલ, રશિયા, ભારત,ઈટાલી, સ્પેન અને યૂરોપીય દેશોની સ્થિતિ કફોડી થઈ છે ત્યારે જે દેશમાં કોરોનાનો ઉદ્ભવ થયો તે ચીનની હાલત હાલ સ્થિર છે. આવો જાણીએ કોરોના વાયરસ અંગેની વૈશ્વિક સ્થિતિ….

3 ઓગષ્ટ,2020

  • કુલ કેસ -1.82 કરોડ
  • કુલ મૃત્યુઆંક – 6.92 લાખ
  • સાજા થયેલ દર્દીઓની સંખ્યા – 1.14 કરોડ

 

કોરોના વાઇરસના દુનિયામાં કુલ 1.82 કરોડ કેસો નોંધાયા છે અને તેના કારણે મરનારાની સંખ્યા 6,92,767 થઇ છે. દુનિયાના 210 દેશોમાં કોરોનાનો ચેપ ફેલાઇ ગયો છે અમે અમેરિકામાં દુનિયામાં કોરોનાના સૌથી વધારે કેસો નોંધાયા છે. એ પછી બ્રાઝિલ, ભારત, રશિયા અને દક્ષિણ આફ્રિકાનો ક્રમ છે.

ઓસ્ટ્રેલિયામાં વિકટોરિયા સ્ટેટ દ્વારા કોરોના મહામારીને અટકાવવા માટે કડક પગલાં ભરવામાં આવ્યા છે. મેલબોર્નમાં નાઇટ કરફ્યુ લાદવામાં આવ્યો છે અને દરેક ઘરમાંથી એક જ જણને દિવસમાં એકવાર ખરીદી કરવા જવા દેવામાં આવશે.

રાજ્યના વડા ડેનિયલ એન્ડ્રયુએ જણાવ્યું હતું કે સપ્ટેમ્બરની મધ્ય સુધીમાં છ સપ્તાહ સુધી આ નિયંત્રણો લાગુ રહેશે. મેલબોર્નમાં લોકોને તેમના ઘરથી પાંચ કિલોમીટરથી વધારે દૂર જવા દેવા પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here