Friday, March 29, 2024
HomeWorld Cup 2019માં વિરાટે નહીં પરંતુ ધોનીએ કરવી જોઇએ કેપ્ટન્સી'
Array

World Cup 2019માં વિરાટે નહીં પરંતુ ધોનીએ કરવી જોઇએ કેપ્ટન્સી’

- Advertisement -

ટીમ ઇન્ડિયા વર્લ્ડ કપને પોતાના નામે કરવાના મિશન પર જોરશોરથી તૈયારી કરી રહી છે. આ વચ્ચે ક્રિકેટ એક્સપર્ટ અને પૂર્વ ક્રિકેટર્સ ભારતીય ટીમને પોત-પોતાની સલાહ આપી રહ્યા છે. એવામાં એક ખાસ સલાહ ટીમ ઇન્ડિયાના પૂર્વ ક્રિકેટર અજય જાડેજાએ આપી. પૂર્વમાં ટીમ ઇન્ડિયાના કેપ્ટન રહી ચૂકેલા જાડેજાએ ટીમ ઇન્ડિયાના મેનેજમેન્ટને સલાહ આપી કે આ વર્લ્ડ કપ મિશનમાં ટીમ ઇન્ડિયાની કમાન વિરાટ કોહલીની હાથે નહી પરંતુ મહેન્દ્ર સિંહ ધોનીના હાથે આપવી જોઇએ.

અજય જાડેજાએ એક ઇન્ટરન્યૂમાં પોતે ટીમ ઇન્ડિયાને પસંદ કરી, પોતાની પસંદગી કરેલી ટીમમાં તેમણે વિરાટની જગ્યા પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને કેપ્ટન્સી આપી છે.

ટીમ ઇન્ડિયાએ આ પૂર્વ કેપ્ટને વર્લ્ડ કપ 2019 માટે જે ટીમ પસંદ કરી છે, જે જાણી તમે પણ ચોંકી જશે. અજય જાડેજાએ પોતાની ડ્રીમ ટીમમાં અહીંયા માત્ર ધોનીને કેપ્ટન્સી સોંપી નથી પરંતુ લાંબા સમયથી વનડે ક્રિકેટથી બહાર ચાલી રહેલા સ્પિનર રવિચંદ્રન  અશ્વિનને પણ જગ્યા આપી છે. આ ડ્રીમ ટીમમાં 4 સ્પિનર શામેલ છે જેમાં રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, યુજવેન્દ્ર ચહલ અને કુલદીપ યાદવ.

ધોનીને ફરી એકવખત કેપ્ટન બનાવવાના મામલામાં જાડેજાએ સ્પષ્ટતા કરીકે તેઓ માત્ર આજ ટૂર્નામેન્ટ માટે આ કરવા ઇચ્છે છે, કેમકે ધોનીની પાસે કેપ્ટન્સી કરવાનો શાનદાર અનુભવ છે. જાડેજાએ કહ્યુ કે, ”જો કોઇને લાગે છે કે વિરાટ ધોનીથી સારી કેપ્ટન્સી કરી શકે છે તો તેઓ મારી સાથે ચર્ચા કરી શકે છે. દુનિયામાં કોઇ પણ એમ નહી કહી શકે કે ધોની રણનીતિ બનાવવાના મામલામાં નંબર 1 પર નહીં પરંતુ 2 પર આવે છે.”

આ સિવાય તેમણે 3-3 વિકેટકીર બેટ્સમનોની જગ્યા આપી છે. જાડેજાએ એમએસધોની, દિનેશ કાર્તિક અને ઋષભ પંતને પણ પસંદગી કરી છે. દિનેશને પસંદ કરવા માટે જણાવ્યુ કે, તેઓ ઓપનિંગથી લઇને 7માં નંબર સુધી બેટિગ ક્રમ પર  બેટિંગ કરવા માટે સક્ષમ છે અને જો વર્લ્ડ કપ દમરિયાન કોઇને ઇજા પહોંચે , તો દિનેશ કાર્તિક એક સારો બેટ્સમેન સાબિત થઇ શકે છે.

ધોનીએ પોતે જ 2016માં ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી કેપ્ટન્સી છોડી હતી અને આ પહેલા વિરાટના હાથમાં ટીમને ભવિષ્ય સુરક્ષિત જોયુ હતુ. આ સિવાય ધોની સમય સમય પર મેદાન પર વિરાટ કોહલી અને ટીમને પોતાનો એક્સપરિયન્સનો ફાયદો અપાવ્યો. મુશ્કિલ પરિસ્થિતિમાં કેપ્ટનનો રોલ તે જ પ્લે કરે છે અને વર્લ્ડ કપ પણ જોવા મળશે.

અજય જાડેજાની સંભવિત ટીમ:

રોહિત શર્મા, શિખર ધવન, કે.એલ. રાહુલ, વિરાટ કોહલી, એમ.એસ.ધોની, ઋષભ પંત, દિનેશ કાર્તિક, અંબાતી રાયડુ, હાર્દિક પંડ્યા, ભુવનેશ્વર કુમાર, કુલદીપ યાદવ, યુજવેન્દ્ર ચહલ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શામી, રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular