Friday, August 12, 2022
HomeWorld Cup 2019 : વર્લ્ડ કપમાં કોહલીને છે ધોનીની જરૂર, આ દિગ્ગજ...
Array

World Cup 2019 : વર્લ્ડ કપમાં કોહલીને છે ધોનીની જરૂર, આ દિગ્ગજ ક્રિકેટરે કરી ભવિષ્યવાણી

- Advertisement -

અનુભવી ક્રિકેટર યુવરાજ સિંહે જણાવ્યું કે ભારતીય ટીમના વર્લ્ડકપ પ્રદર્શનને ધ્યાનમાં લેતાં મહેન્દ્ર સિંહ ધોનીની હાજરી મહત્વપૂર્ણ છે. કારણ કે તે વર્તમાન કેપ્ટન વિરાટ કોહલી માટે માર્ગદર્શક છે અને નિર્ણય લેવામાં તે મહત્વની ભુમિકા ભજવે છે.

ફોર્મને લઇને ધોનીના ટીમમાં સ્થાન આપવાથી વિવાદ ખડો થયો છે પરંતુ પૂર્વ કેપ્ટન સુનિલ ગાવાસ્કર સહિત અન્ય દિગ્ગજોનું કહેવું છે કે મેચની પરિસ્થીતીમાં તેની પરખ તેને ટીમ માટે મહત્વનો બનાવે છે.

2011ના વર્લ્ડ કપમાં પ્લેયર ઑફ ધ ટૂર્નામેન્ટ રહેલા યુવરાજ સિંહને જયારે ધોની વિશે પૂછવામાં આવ્યું તો તેણે જણાવ્યું કે, મને લાગે છે કે માહીનું ક્રિકેટ જ્ઞાન શાનદાર છે અને વિકેટકીપર તરીકે તમે રમત પર નજર રાખવા માટે શ્રેષ્ઠ સ્થાને હોવ છો અને પાછલાં કેટલાંક વર્ષોમાં તેણે આ કામ શાનદાર રીતે કર્યુ છે. તે શાનદાર કેપ્ટન રહ્યો છે. તે યુવા ખેલાડીઓ અને વિરાટ કોહલીને હંમેશા માર્ગદર્શન આપતો રહે છે.

2007માં વર્લ્ડ ટી-20 દરમિયાન એક ઓવરમાં 6 સિક્સર ફટકારનાર યુવરાજે કહ્યું કે, મને એટલા માટે લાગે છે કે નિર્ણય લેવાના મામલે તેની હાજરી જરૂરી છે. ઓસ્ટ્રેલિયામાં તેણે સારુ પ્રદર્શન કર્યુ અને તેને આ જ રીતે બોલને હિટ કરતો જોવો મને પસંદ છે.

ધોનીએ કયા ક્રમે બેટિંગ કરવી જોઇએ તે અંગે યુવરાજે જણાવ્યું કે, આ વિશે તમારે ધોનીને જ પૂછવું જોઇએ કે તેણે કયા ક્રમે બેટિંગ કરવી જોઇએ.

આઇપીએલમાં રમવા વિશે યુવરાજે જણાવ્યું કે તે મુંબઇ ઇન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માનું દબાણ ઓછું કરવાનો પ્રયાસ કરશે. તેણે કહ્યું કે મને લાગે છે કે મીડલ ઓર્ડરમાં યોગદાન આપી શકું છું. તેનાથી રોહિત પર થોડુ દબાણ ઓછું થશે અને તે ઇનિંગની શરૂઆત કરતાં પોતાની નેચરલ ગેમ રમી શકશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular