- Advertisement -
પાકિસ્તાનના પૂર્વ ઓલરાઉન્ડર અબ્દુલ રઝાકે હાર્દિક પંડ્યાને તેમની સાથે ટ્રેનિંગ કરવાનો પ્રસ્તાવ આપ્યો છે. વેસ્ટઈન્ડીઝ વિરુદ્ધ મેચમાં પંડ્યાએ ટીમ ઈન્ડિયાના સ્કોરમાં 46 રનનું મહત્વનું યોગદાન આપ્યું છે. તેમને ધોની સાથે 70 રનની ભાગીદારી કરીને ભારતને મુશ્કેલ પરિસ્થિતીઓમાંથી બહાર કાઢ્યું હતું. તેમણે એક વિકેટ પણ લીધી છે. જો કે, રઝાકને હાર્દિકમાં ટેકનીકલ ખામી જોવા મળી હતી. ત્યારબાદ તેમને ટ્વીટ કરીને હાર્દિકને સલાહ આપી હતી.
હાર્દિકના ફુટવર્ક પર પણ કામ કરવાની જરૂર છેઃ
- રઝાકે કહ્યું કે, આજે મેં હાર્દિકને નજીકથી રમતા જોયો. શોટ મારતી વખતે મને તેના શારિરીક સંતુલનમાં ઘણી ખામીઓ જોવા મળી હતી. મેં તેમનું ફુટવર્ક પણ જોયું અને લાગે છે કે આવું કરવું પણ તેને ઘણી વખતે પાછળ ધકેલે છે.
- રઝાકે બીજા ટ્વીટમાં કહ્યું કે, જો હું તેને સંયુક્ત અરબ અમીરાતમાં કોચિંગ આપી શકું, તો હું તેને સૌથી શ્રેષ્ઠ ઓલરાઉન્ડર બનાવી દઈશ. જો બીસીસીઆઈ તેને શ્રેષ્ઠ ઓલરાઉન્ડર બનાવવા ઈચ્છે તો હું હંમેશા તેના માટે હાજર રહીશ.
સતત શ્રેષ્ઠ પ્રદર્શન કરી રહ્યાં છે હાર્દિકઃ હાર્દિકે વેસ્ટઈન્ડીઝ વિરુદ્ધ બોલિંગમાં પણ શ્રેષ્ઠ પ્રદર્શન કરી સુનીલ અમ્બ્રીશની વિકેટ લીધી હતી. પાકિસ્તાન વિરુદ્ધ પણ તેમને 19 બોલ પર 26 રન બનાવ્યા હતા અને મોહમ્મદ હાફીઝ અને શોએબ મલિકે મહત્વની વિકેટ લીધી હતી.