- Advertisement -
વર્લ્ડ કપમાં ભારતીય બેટ્સમેન વિજય શંકરને ફેન્સે આડેહાથ લીધો છે. ભારતીય ફેન્સ વિજય શંકરની બેટિંગ પર સવાલ ઉઠાવી રહ્યા છે. વેસ્ટ ઈન્ડિઝ સામે વિજય શંકર 19 બોલ પર માત્ર 14 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. વર્લ્ડ કપમાં શંકરનું સિલેક્શન ટીમમાં ચોથા સ્થાન માટે થયું હતું. પણ તે સતત ફ્લોપ થઈ રહ્યો છે. શંકરને વર્લ્ડ કપમાં અત્યાર સુધી ત્રણ મેચોમાં માત્ર 58 રન જ બનાવ્યા છે.
વર્લ્ડ કપ માટે જ્યારે ટીમ ઈન્ડિયાનું એલાન કરાયું, ત્યારે મુખ્ય સિલેક્ટર એમએસકે પ્રસાદે તેને 3D ખેલાડી ગણાવ્યો હતો. અંબતિ રાયડૂની જગ્યાએ વિજય શંકરને ટીમમાં સ્થાન અપાયું હતું. શંકર પાકિસ્તાન સામે 15, અફઘાનિસ્તાન સામે 29 અને વેસ્ટ ઈન્ડિઝ સામે માત્ર 14 રન બનાવ્યા હતા.
વર્લ્ડ કપની મેચોમાં વિજય શંકરના પ્રદર્શનને લઈ સોશિયલ મીડિયામાં લોકો તેને ટ્રોલ કરી રહ્યા છે. જુઓ વાઇરલ થયેલી આ ટ્વીટ્સ…