સ્પોર્ટ્સ ડેસ્ક: વર્લ્ડકપ 2019ની ન્યૂઝીલેન્ડ-ઇંગ્લેન્ડ વચ્ચેની ફાઇનલમાં લંડનના લોર્ડ્સ ખાતે ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસને ટોસ જીતીને બેટિંગ લીધી છે. બંને ટીમોએ પોતાની પ્લેઈંગ 11માં કોઈ ફેરફાર કર્યો નથી. અત્યાર સુધીની 11 વર્લ્ડ કપ ફાઇનલમાં ટોસ જીતનાર ટીમ 4 વાર ચેમ્પિયન બની અને ટોસ હારનાર 7 વાર ચેમ્પિયન બની છે. છેલ્લી 5માંથી 4 ફાઇનલમાં ટોસ હારનાર ટીમ ચેમ્પિયન બની હતી.
ઇંગ્લેન્ડની પ્લેઈંગ 11: જેસન રોય, જોની બેરસ્ટો, જો રૂટ, ઓઇન મોર્ગન, બેન સ્ટોક્સ, જોસ બટલર, ક્રિસ વોક્સ, માર્ક વુડ, જોફ્રા આર્ચર, લિયમ પ્લેનકેટ અને આદિલ રશિદ
ન્યૂઝીલેન્ડની પ્લેઈંગ 11: માર્ટિન ગુપ્ટિલ, હેનરી નિકોલસ, કેન વિલિયમ્સન, રોઝ ટેલર, ટોમ લેથમ, જેમ્સ નીશમ, કોલીન ડી ગ્રાન્ડહોમ, મિચેલ સેન્ટનર, મેટ હેનરી, લોકી ફર્ગ્યુસન અને ટ્રેન્ટ બોલ્ટ
ક્રિકેટ વર્લ્ડ કપ 2019ની શરૂઆતમાં તેની સરખામણી 1992ના વર્લ્ડ કપ સાથે કરવામાં આવી હતી. રાઉન્ડ રોબિન ફોર્મેટ ઉપરાંત બંને કપમાં પાકિસ્તાનના દેખાવની સમાનતાએ ક્રિકેટરસિકોને જલસો કરાવી દીધો હતો. તેમાં વધુ એક સમાનતા સામે આવી છે જેની બહુ ઓછા લોકોને ખબર હશે. 1992 અને 2019 એવા 2 વર્લ્ડકપ છે, જેમાં ચેમ્પિયન બનનાર ટીમ ટૂર્નામેન્ટમાં 3 મેચ હાર્યું હશે. 1992માં પાકિસ્તાન વેસ્ટ ઇન્ડિઝ, ઇન્ડિયા અને દક્ષિણ આફ્રિકા સામે હાર્યું હતું. આ વખતે ઇંગ્લેન્ડ પાકિસ્તાન, શ્રીલંકા અને ઓસ્ટ્રેલિયા સામે હાર્યું હતું, જયારે કિવિઝ પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ સામે હાર્યું હતું.
લોર્ડ્સ ખાતેની છેલ્લી ચારેય મેચ પ્રથમ બેટિંગ જીત્યું અને દરેક મેચમાં જીતનો માર્જિન વધતો ગયો છે
- પાકિસ્તાને દક્ષિણ આફ્રિકાને 49 રને હરાવ્યું
- ઓસ્ટ્રેલિયાએ ઇંગ્લેન્ડને 64 રને હરાવ્યું
- ઓસ્ટ્રેલિયાએ ન્યૂઝીલેન્ડને 86 રને હરાવ્યું
- પાકિસ્તાને બાંગ્લાદેશને 94 રને હરાવ્યું
કિવિઝ વિલિયમ્સન પર નિર્ભર છે, ઇંગ્લેન્ડનો જો રૂટ ચાવીરૂપ ભૂમિકા ભજવવા સક્ષમ: જો રૂટ અને કેન વિલિયમ્સન વચ્ચે ટૂર્નામેન્ટમાં માત્ર 1 રનનો તફાવત છે. તેમ છતાં તેમની ટીમ પણ તેમના રનનો ઈમ્પૅક્ટ અલગ છે. ઇંગ્લેન્ડે ન્યૂઝીલેન્ડ કરતાં 1029 રન વધારે કર્યા છે. ઇંગ્લેન્ડે કિવિઝના 1913 રનની સરખામણીએ 2942 રન કર્યા છે. વિલિયમ્સને પોતાની ટીમના 30% રન કર્યા છે, જયારે રૂટે 20% રન કર્યા છે. કિવિઝ માટે વિલિયમ્સન રન કરે તે જરૂરી છે, બીજી તરફ રૂટ ક્રિઝ પર ઉભો રહે તે ઇંગ્લેન્ડ માટે બહુ જરૂરી છે. રૂટ વિરુદ્ધ વિલિયમ્સનના શૉમાં જે જીતે તેની ટીમ ટૂર્નામેન્ટ જીતે તેવું કહી શકાય છે.