ક્રિકેટ વર્લ્ડકપ 2019માં પાકિસ્તાનની ટીમ સાથે એવા સંજોગ થઇ રહ્યા છે, જે 1992ની ટૂર્નામેન્ટમાં થયા હતા. ટીમની સાતમી મેચ સુધી બધી મેચોમાં 1992ની ટૂર્નામેન્ટ જેવા જ પરિણામ આવ્યા છે. ત્યારે ઇમરાન ખાનની કપ્તાનીમાં પાક.ની શરૂઆત ખરાબ રહી હતી. તે પછી ટીમે ગતિ પકડીને પાકિસ્તાને પહેલી વાર વર્લ્ડકપ વિજેતા બનાવ્યું હતું. આ વખતે પણ બધું એ રીતે જ થઇ રહ્યું છે. તેવામાં પાકિસ્તાની ક્રિકેટ ફેન્સ ફરી એક વાર તેમની ટીમ વર્લ્ડ ચેમ્પિયન બનશે તેવો દાવો કરી રહી છે.
દિવ્ય ભાસ્કર એપ તમને બંને વર્લ્ડકપ વખતે પાકિસ્તાનની ટીમ સાથે બનેલી એક જેવી ઘટનાઓ બતાવી રહ્યું છે.
સંજોગ 1: પહેલા મેચમાં વેસ્ટ ઇન્ડિઝ સામે હાર
સંજોગની શરૂઆત ટૂર્નામેન્ટના પ્રથમ મેચ સાથે થઇ ગઈ હતી, જયારે વેસ્ટ ઈન્ડિઝે તેને હરાવ્યું હતું. 1992ના વર્લ્ડકપમાં પણ તેને વેસ્ટ ઇન્ડિઝ સામે હારનો સામનો કરવો પડ્યો હતો.
સંજોગ 2: બીજી મેચમાં જીત મેળવી
પહેલી મેચ હાર્યા 92ના વર્લ્ડકપમાં પાકિસ્તાને પોતાની બીજી મેચ જીતી હતી. આ વખતે પણ પાકિસ્તાને પોતાની બીજી મેચમાં ઇંગ્લેન્ડને હરાવ્યું હતું.
સંજોગ 3: ત્રીજી મેચમાં રિઝલ્ટ ન આવ્યું
1992ના વર્લ્ડકપમાં વરસાદના લીધે પાકિસ્તાનની ત્રીજી મેચ રદ થઇ હતી. આ વખતે પણ શ્રીલંકા સામેની મેચ વરસાદના લીધે રદ થઇ હતી અને બંને ટીમને 1-1 પોઇન્ટ આપવામાં આવ્યો હતો.
સંજોગ 4 અને 5: ચોથી અને પાંચમી મેચ હાર્યું
1992ના વર્લ્ડકપમાં પાકિસ્તાનની ટીમ પોતાની ચોથી અને પાંચમી મેચ હાર્યું હતું. 2019ના વર્લ્ડકપમાં પણ પાકિસ્તાન પોતાની ચોથી મેચમાં ઓસ્ટ્રેલિયા સામે અને પાંચમી મેચમાં ભારત સામે હાર્યું હતું.
સંજોગ 6: છઠી મેચ જીતી
1992ના વર્લ્ડકપની છઠી મેચ પાકિસ્તાને જીતી હતી. 2019માં પણ પાકિસ્તાને દક્ષિણ આફ્રિકાને હરાવીને જીત મેળવી હતી.
સંજોગ 7: સાતમી મેચમાં અપરાજિત ન્યૂઝીલેન્ડ સામે મુકાબલો
1992માં પાકિસ્તાને પોતાની સાતમી મેચ ન્યૂઝીલેન્ડ સામે રમી હતી. ત્યારે ન્યૂઝીલેન્ડની ટીમ એક પણ મેચ હારી ન હતી. આ વખતે પણ પાક. પોતાની સાતમી મેચ કિવિઝ સામે રમી રહ્યું છે. કિવિઝ હજી સુધી ટૂર્નામેન્ટમાં અપરાજિત છે.
સંજોગ 8: 1992માં પાકિસ્તાનની ટીમમાં ઈંઝમામ ઉલ હક મુખ્ય બેટ્સમેન હતો.
2019માં તેનો ભત્રીજો ઇમામ ઉલ હક મુખ્ય બેટ્સમેન છે.
સંજોગ 9: 1992ના વર્લ્ડકપમાં પાકિસ્તાનની છઠી મેચમાં આમિર સોહેલ મેન ઓફ ધ મેચ બન્યો હતો. તે ડાબોડી બેટ્સમેન હતો.
2019ના વર્લ્ડકપમાં પાકિસ્તાનની છઠી મેચમાં હેરિસ સોહેલ મેન ઓફ ધ મેચ બન્યો હતો. તે પણ ડાબોડી બેટ્સમેન છે.
સંજોગ 10: 1992ની પહેલાંના 2 વર્લ્ડકપ ભારત (1983) અને ઓસ્ટ્રેલિયા (1987) જીત્યું હતું.
2019ની પહેલાંના 2 વર્લ્ડકપ ભારત (2011) અને ઓસ્ટ્રેલિયા (2015) જીત્યું છે.
સંજોગ 11: 1992નો વર્લ્ડકપ રાઉન્ડ રોબિન ટૂર્નામેન્ટમાં રમાયો હતો. જેમાં બધી ટીમ એકબીજા સામે ટકરાઈ હતી અને ટોપ-4માં રહેનાર ટીમ સેમિફાઇનલમાં પહોંચી હતી.
2019નો વર્લ્ડકપમાં આજ ફોર્મેટમાં રમાઈ રહ્યો છે. જેમાં બધી 10 ટીમો એકબીજા સામે રમી રહી છે અને ટોપ-4ની ટીમો સેમિફાઇનલમાં ટકરાશે.
સંજોગ 12: 1992માં બેનજીર ભુટ્ટોના પતિ અને પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારી જેલમાં હતા.
2019માં આસિફ અલી ઝરદારી ફરી જેલમાં છે.
સંજોગ 13: 1992માં પહેલી વાર ‘અલાદીન’ કેરેક્ટર પર બનેલી કાર્ટૂન ફિલ્મ રિલીઝ થઇ હતી.
2019માં ફરી એકવાર ‘અલાદીન’ની એનિમેટેડ ફિલ્મ રિલીઝ થઇ છે.
પહેલી મેચ | બીજી મેચ | ત્રીજી મેચ | ચોથી મેચ | પાંચમી મેચ | છઠી મેચ | સાતમી મેચ | |
1992 વર્લ્ડકપ | હાર | જીત | રદ | હાર | હાર | જીત | ન્યૂઝીલેન્ડ સામે |
2019 વર્લ્ડકપ | હાર | જીત | રદ | હાર | હાર | જીત | ન્યૂઝીલેન્ડ સામે |