Saturday, April 26, 2025
Homeવર્લ્ડ કપ : ભારત 125 રને મેચ જીત્યું, વેસ્ટ ઇન્ડિઝ સેમિફાઇનલની રેસમાંથી...
Array

વર્લ્ડ કપ : ભારત 125 રને મેચ જીત્યું, વેસ્ટ ઇન્ડિઝ સેમિફાઇનલની રેસમાંથી બહાર

- Advertisement -
  • ભારતે 50 ઓવરમાં 7 વિકેટ ગુમાવી 268 રન કર્યા, કોહલી અને ધોનીએ ફિફટી ફટકારી
  • જવાબમાં વેસ્ટ ઇન્ડિઝ 34.2 ઓવરમાં 143 રનમાં ઓલઆઉટ, સતત છઠા વર્લ્ડકપમાં સેમિફાઇનલમાં પહોંચ્યું નહીં
  • વિન્ડીઝ વિરુદ્ધ ભારતીય બોલર તરફથી શ્રેષ્ઠ દેખાવનો રેકોર્ડ પોતાને નામે કરતાં મોહમ્મદ શમીએ 4 વિકેટ લીધી
  • વિરાટ કોહલી વર્લ્ડકપમાં પહેલી પાંચેય મેચ જીતનાર પ્રથમ ભારતીય કેપ્ટન બન્યો છે

વર્લ્ડકપની 34મી મેચમાં માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફોર્ડ ખાતે ભારતે વેસ્ટ ઇન્ડિઝને 125 રને હરાવ્યું છે. આ હાર સાથે જ વેસ્ટ ઇન્ડિઝની ટીમ સેમિફાઇનલની રેસમાંથી બહાર થઇ ગઈ છે. તેમના 7 મેચમાં 1 જીત અને 1 નો રિઝલ્ટ સાથે માત્ર 3 પોઇન્ટ છે. બીજી તરફ ભારતના આ જીત સાથે 6 મેચમાં 11 પોઇન્ટ છે. તે બાકીની ત્રણમાંથી એક મેચ જીતીને સેમિફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લેશે. ભારત ટૂર્નામેન્ટમાં અપરાજિત રહેનાર એક માત્ર ટીમ છે.

 

269 રનનો પીછો કરતાં વેસ્ટ ઇન્ડિઝની ટીમ 143 રનમાં ઓલઆઉટ થઇ હતી. ઓપનર સુનિલ એમ્બરિસના 31 રન સિવાય અન્ય કોઈ બેટ્સમેન 30 રનનો આંક વટાવી શક્યું ન હતું. મોહમ્મદ શમીએ ક્રિસ ગેલ અને શાઈ હોપને આઉટ કરીને વિન્ડીઝના બેટિંગ લાઈનઅપની કમર તોડી હતી. તેણે 4 વિકેટ ઝડપી હતી. જયારે જસપ્રીત બુમરાહ અને યુઝવેન્દ્ર ચહલે 2-2 વિકેટ લીધી હતી.

વિરાટ કોહલી:

  • વિદેશમાં સતત 10 વનડે જીતનાર પ્રથમ ભારતીય કેપ્ટન
  • એશિયાની બહાર સતત 10 વનડે જીતનાર પ્રથમ ભારતીય કેપ્ટન

બુમરાહ હેટ્રિક ચૂક્યો હતો. 27મી ઓવરના પહેલા અને બીજા બોલે તેણે ઉપરાઉપરી વિકેટ લીધી હતી. બ્રેથવેટ 1 રને બુમરાહની બોલિંગમાં કીપર ધોનીના હાથે કેચ આઉટ થયો હતો. તે પછી ફેબિયન એલેન પ્રથમ બોલે બુમરાહની બોલિંગમાં એલબીડબ્લ્યુ થઈને પેવેલિયન ભેગો થયો હતો.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular