- Advertisement -
- મેચ બાદ સંજય માંજરેકરે કહ્યું હતું કે, તેમણે કહ્યું કે, પોતાના સારા પ્રદર્શનથી મને દરેક મોર્ચા પર તોડી નાખ્યો છે
- વર્લ્ડકપના પહેલા સેમીફાઈનલમાં રવીન્દ્ર જાડેજાએ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ 77 રનની ઈનિંગ રમી હતીસ્પોર્ટ્સ ડેસ્કઃ વર્લ્ડકપ પહેલી સેમીફાઈનલમાં ન્યૂઝીલેન્ડે ભારતને 18 રનથી હરાવી દીધું છે. ઈંગ્લેન્ડના ઓલ્ડ ટ્રેફર્ડ મેદાનમાં રમાયેલી મેચમાં રવિન્દ્ર જાડેજાએ 77 રનની ઈનિંગ રમી હતી. લોકો આ ઈનિંગ માટે તેમની પ્રશંસા કરી રહ્યા છે. આ ક્રમમાં જાડેજાને અપૂર્ણ ખેલાડી કહીને ટીકા કરનારા પૂર્વ ક્રિકેટર સંજય માંજરેકરનું નામ પણ છે.માંજરેકરે પ્રશંસા કરતા ટ્વીટ કર્યું કે, ‘તમે ખુબ સરસ રમ્યા જાડેજા’ મેચ પછી માંજરેકરે મજાકિયા અંદાજમાં કહ્યું હતું કે, તેમના આટલા સરસ પ્રદર્શને મને ટુકડા ટુકડાઓમાં દરેક મોર્ચા પર તોડી નાંખ્યો હતો. આ પહેલા મેં તેમના વિશે જે પણ કહ્યું હતું તેના માટે હું માફી માંગું છું. મેં એ તમામ શબ્દો મજાકમાં કહ્યાં હતા.