- ઓસ્ટ્રેલિયા 223 રનમાં ઓલઆઉટ, ઇંગ્લેન્ડે 32.1 ઓવરમાં 8 વિકેટે મેચ જીતી, જેસન રોયે 65 બોલમાં 85 રન કર્યા
- ઇંગ્લેન્ડ 27 વર્ષ પછી વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચ્યું, કાંગારુંનો પહેલી વાર સેમિફાઇનલમાં પરાજય
- 1992ના વર્લ્ડકપમાં પાક. સામે રનરઅપ રહ્યા પછી ઇંગ્લેન્ડની ટીમ પહેલી વાર ફાઇનલમાં પહોંચી
- 14 જુલાઈના રોજ કિવિઝ અને ઇંગ્લેન્ડ વચ્ચે લોર્ડ્સ ખાતે ફાઇનલ, વનડે ક્રિકેટમાં કોઈ એક ટીમ પહેલી વાર ચેમ્પિયન બનશે
- સ્પોર્ટ્સ ડેસ્ક: ક્રિકેટ વર્લ્ડ કપ 2019ની બીજી સેમિફાઇનલમાં ઇંગ્લેન્ડે ઓસ્ટ્રેલિયાને 8 વિકેટે હરાવ્યું હતું. આ સાથે ઇંગ્લેન્ડ 27 વર્ષ પછી ચોથી વાર વર્લ્ડ કપની ફાઇનલ રમશે. જયારે ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા પહેલી વાર સેમિફાઇનલમાં હાર્યું છે. 224 રનનો પીછો કરતાં ઇંગ્લેન્ડે 32.1 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને ટાર્ગેટ ચેઝ કર્યો હતો. તેઓ 14મી જુલાઈએ લોર્ડ્સ ખાતે કિવિઝ સામે પહેલી વાર વર્લ્ડ ચેમ્પિયન બનવા મેદાને ઉતરશે. ભારતને હરાવીને કિવિઝ સતત બીજી વાર ફાઇનલમાં પહોંચ્યું હતું. તેવામાં રવિવારે ક્રિકેટને નવું વર્લ્ડ ચેમ્પિયન મળશે તે નક્કી છે.
- રોય-બેરસ્ટોની 124 રનની ઓપનિંગ ભાગીદારી
જેસન રોય અને જોની બેરસ્ટો રનચેઝમાં શાનદાર શરૂઆત કરતા પ્રથમ વિકેટ માટે 124 રનની ભાગીદારી કરી હતી. બંનેની ભાગીદારીમાં જેસન રોયનો સિંહફાળો હતો. તેણે કાંગારું બોલર્સને ગ્રાઉન્ડની ચારેય બાજુ ફટકારતાં 65 બોલમાં 9 ચોક્કા અને 5 છગ્ગાની મદદથી 85 રન કર્યા હતા. તેણે ટૂર્નામેન્ટમાં 5મી વાર 50થી વધુનો સ્કોર કર્યો હતો. રિપ્લેમાં સ્પષ્ટ હતું કે બોલ તેના બેટને અડ્યો ન હતો અને કુમાર ધર્મસેનાએ તેને ખોટો આઉટ આપ્યો હતો. રિવ્યુ બાકી ન હોવાથી તેને પેવેલિયન ભેગો થયો હતો. જોની બેરસ્ટોએ 43 બોલમાં 5 ચોક્કાની મદદથી 34 રન કર્યા હતા. તે મિચેલ સ્ટાર્કની બોલિંગમાં અલબીડબ્લ્યુ થયો હતો. તેણે રિવ્યુ લીધો હતો પરંતુ અમ્પાયરના નિર્ણયને ફેરવી શક્યો ન હતો. તે બંનેના આઉટ થયા પછી જો રૂટ અને ઓઇન મોર્ગને બાજી સંભાળતા ત્રીજી વિકેટ માટે 79* રનની ભાગીદારી કરી હતી. રૂટે 49* અને મોર્ગને 45* રન કર્યા હતા.ઓસ્ટ્રેલિયાએ પ્રથમ દાવમાં 223 રન કર્યાક્રિકેટ વર્લ્ડ કપ 2019ની બીજી સેમિફાઇનલમાં બર્મિંઘમના એજબેસ્ટન ખાતે ઓસ્ટ્રેલિયાએ ઇંગ્લેન્ડને 224 રનનો લક્ષ્યાંક આપ્યો છે. ઓસ્ટ્રેલિયાની શરૂઆત નબળી રહી હતી અને તેમણે 14 રનમાં 3 વિકેટ ગુમાવી હતી. આરોન ફિન્ચ શૂન્ય રને, ડેવિડ વોર્નર 9 રને અને પીટર હેન્ડસકોમ્બ 4 રને આઉટ થયા હતા. તે પછી સ્ટીવ સ્મિથે પોતાની A-ગેમ રમતાં 119 બોલમાં 6 ચોક્કાની મદદથી 85 રન કર્યા હતા. તેની વર્લ્ડ કપની નોકઆઉટ મેચમાં આ સતત ચોથી ફિફટી હતી. ઇંગ્લેન્ડ માટે ક્રિસ વોકસ અને જોફ્રા આર્ચરે નવા બોલથી આંતક મચાવ્યો હતો. પાવરપ્લેમાં ઓસ્ટ્રેલિયાએ 3 વિકેટ ગુમાવી માત્ર 27 રન કર્યા હતા. વોક્સ અને આદિલ રાશિદે 3-3 વિકેટ, જયારે આર્ચરે 2 અને માર્ક વુડે 1 વિકેટ લીધી હતી.વર્લ્ડ કપ નોકઆઉટમાં સ્ટીવ સ્મિથનું પ્રદર્શન:
- 65(69) vs પાકિસ્તાન, એડિલેડ (ક્વાર્ટર ફાઇનલ)
- 105(93) vs ભારત, સિડની (સેમિફાઇનલ)
- 56(71)* vs કિવિઝ, મેલબોર્ન (ફાઇનલ)
- 85(119) vs ઇંગ્લેન્ડ, બર્મિંઘમ (સેમિફાઇનલ)*
વર્લ્ડ કપ નોકઆઉટમાં સૌથી વધુ ફિફટી:
- 4- સચિન તેંડુલકર (7 ઇનિંગ્સ)
- 4- સ્ટીવ સ્મિથ (4 ઇનિંગ્સ)
- 3- એડમ ગિલક્રિસ્ટ (6 ઇનિંગ્સ)
- 3- જાવેદ મિયાંદાદ (5 ઇનિંગ્સ)
- 3- એમએસ ધોની (6 ઇનિંગ્સ)સ્મિથ અને કેરીએ ઇનિંગ્સને સ્થિરતા આપી: સ્મિથે વિકેટ કીપર એલેક્સ કેરી સાથે ચોથી વિકેટ માટે 103 રન ઉમેર્યા હતા. આ દરમિયાન કેરીને જોફ્રા આર્ચરનો એક ઘાતક બાઉન્સર મોઢા પર વાગ્યો હતો. તેમ છતાં તેણે બેટિંગ ચાલુ રાખતાં 70 બોલમાં 46 રનની ફાઇટિંગ ઇનિંગ્સ રમી હતી.સ્ટાર્કે સ્મિથનો સાથ આપતાં કાંગારુંએ 220નો આંકડો પાર કર્યો: કેરીના આઉટ થયા પછી માર્કસ સ્ટોઈનિસ અને પેટ કમિન્સ 1 જ ઓવરમાં આઉટ થતા કાંગારુંએ 166 રનમાં 7 વિકેટ ગુમાવી દીધી હતી. તે પછી તેઓ 200 રન પણ કરશે કે કેમ તે પ્રશ્ન ફેન્સને થતો હતો. સ્ટાર્કે 9 ક્રમે 36 બોલમાં 1 ચોક્કા અને 1 છગ્ગાની મદદથી 29 રન કર્યા હતા. તેણે સ્મિથ સાથે આઠમી વિકેટ માટે 51 રન ઉમેર્યા હતા.
વર્લ્ડ કપ 2019માં પાવરપ્લે 1માં સૌથી ઓછો સ્કોર:
- 24/4 ભારત વિરુદ્ધ ન્યૂઝીલેન્ડ, માન્ચેસ્ટર
- 27/3 ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ઇંગ્લેન્ડ, બર્મિંઘમ*
- 27/1 કિવિઝ વિરુદ્ધ ભારત, માન્ચેસ્ટર
- 28/1 ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડ, બર્મિંઘમ
- 29/2 વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ ભારત, માન્ચેસ્ટર
- 30/2 કિવિઝ વિરુદ્ધ વેસ્ટ ઇન્ડિઝ, માન્ચેસ્ટર
- 31/1 કિવિઝ વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા, લોર્ડ્સ
જોફ્રાનો ઘાતક બાઉન્સર: આર્ચરનો બાઉન્સર કેરીને હેલ્મેટ પર વાગ્યો હતો અને તેનું હેલ્મેટ નીકળી ગયું હતું. જોકે તેણે પોતાનો આબાદ બચાવ કરતાં હેલ્મેટને સમયસર કેચ કરીને બોલ્ડ થતાં બચ્યો હતો.
બંને ઓપનર્સ સિંગલ ડિજિટમાં પેવેલિયન ભેગા
આરોન ફિન્ચ જોફ્રા આર્ચરની બોલિંગમાં એલબીડબ્લ્યુ થયો હતો. તે ગોલ્ડન ડક સાથે પેવેલિયન ભેગો થયો હતો. જયારે ડેવિડ વોર્નર 9 રને ક્રિસ વોક્સની બોલિંગમાં સ્લીપમાં જોની બેરસ્ટોના હાથે કેચ આઉટ થયો હતો.
ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને બેટિંગ લીધી
વર્લ્ડ કપની બીજી સેમિફાઇનલમાં બર્મિંઘમના એજબેસ્ટન ખાતે ઓસ્ટ્રેલિયાના કેપ્ટન આરોન ફિન્ચે ટોસ જીતીને બેટિંગ લીધી છે. ઓસ્ટ્રેલિયાની ટીમમાં ઉસ્માન ખ્વાજાની જગ્યાએ પીટર હેન્ડસકોમ્બનો સમાવેશ થયો છે. જયારે ઇંગ્લેન્ડે પોતાની પ્લેઈંગ 11માં કોઈ ફેરફાર કર્યો નથી.
ઇંગ્લેન્ડની પ્લેઈંગ 11: જેસન રોય, જોની બેરસ્ટો, જો રૂટ, ઓઇન મોર્ગન, બેન સ્ટોક્સ, જોસ બટલર, ક્રિસ વોક્સ, માર્ક વુડ, જોફ્રા આર્ચર, લિયમ પ્લેનકેટ અને આદિલ રશિદ
ઓસ્ટ્રેલિયાની પ્લેઈંગ 11: આરોન ફિન્ચ, ડેવિડ વોર્નર, સ્ટીવ સ્મિથ, પીટર હેન્ડસકોમ્બ, માર્કસ સ્ટોઈનિસ, ગ્લેન મેક્સવેલ, એલેક્સ કેરી, પેટ કમિન્સ, મિચેલ સ્ટાર્ક, જેસન બેહરેનડોર્ફ અને નેથન લાયન
Array
વર્લ્ડ કપ : 23 વર્ષ પછી નવો ચેમ્પિયન મળશે, 5 વારની વિજેતા ઓસ્ટ્રેલિયાને હરાવીને ઇંગ્લેન્ડ ફાઇનલમાં પહોંચ્યું
- Advertisement -
- Advertisment -