Saturday, April 26, 2025
Homeવર્લ્ડ કપ : યોર્કર પર ગઈ ટૂર્નામેન્ટની સરખામણીએ આ વખતે બેટ્સમેનોનો સ્ટ્રાઈક...
Array

વર્લ્ડ કપ : યોર્કર પર ગઈ ટૂર્નામેન્ટની સરખામણીએ આ વખતે બેટ્સમેનોનો સ્ટ્રાઈક રેટ 34% ઘટ્યો, મલિંગા સૌથી સફળ

- Advertisement -
  • ગયા વર્લ્ડ કપમાં યોર્કર પર બેટ્સમેનનો સ્ટ્રાઈક રેટ 93.3% હતો, આ વખતે ઘટીને 61.8% થયો
  • મલિંગાને યોર્કરમાં સૌથી વધારે 5 વિકેટ મળી, બુમરાહને 2માં સફળતા મળી(સ્પોર્ટ્સ ડેસ્ક.  રવિ કાયસ્થ )  વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયાના મિશેલ સ્ટાર્કે ઈંગ્લેન્ડના બેન સ્ટોક્સને બોલ્ડ કરીને મેચ પલટી દીધી હતી. ઓસ્ટ્રેલિયા આ મેચ જીત્યુ હતું. સ્ટાર્કનો આ બોલ યોર્કર હતો. સ્ટોક્સ તે બોલમાં કશુ ન કરી શક્યો. આ બોલને ‘બોલ ઓફ ટૂર્નામેન્ટ’ કહી શકાય. આ વખતે વર્લ્ડ કપમાં બોલર્સના યોર્કર જોરદાર રહ્યા છે. ગયા વર્લ્ડ કપમાં યોર્કર વિરુદ્ધ બોલર્સનો સ્ટ્રાઈક રેટ 93.3% હતો જે આ વખતે ઘટીને 61.8% રહ્યો છે. તે ગઈ વર્લ્ડ કપ ટૂર્નામેન્ટની સરખામણીએ 34% ઓછો છે.મલિંગા યોર્કરથી સૌથી વધારે વિકેટ લેનાર બોલર રહ્યા છે. તેને 5 વિકેટ મળી છે. આ મામલે બાંગ્લાદેશના મોહમ્મદ સૈફુદ્દીન બીજા ક્રમે છે. તેને 3 વિકેટ આ બોલ પર લીધી છે. જસપ્રીત બુમરાહ આ મામલે સંયુક્ત રીતે ત્રીજા સ્થાને છે. બુમરાહની સાથે 6 અન્ય બોલર્સે યોર્કર પર 2-2 વિકેટ લીધી છે.

    યોર્કર પર સૌથી વધારે વિકેટ લેનાર બોલર્સ

    બોલર દેશ વિકેટ
    લસિથ મલિંગા શ્રીલંકા 5
    મોહમ્મદ સૈફુદ્દીન બાંગ્લાદેશ 3
    જસપ્રીત બુમરાહ ભારત 2
    ટ્રેંટ બોલ્ટ ​​​​​​​ન્યૂઝીલેન્ડ 2
    શેલ્ડન કોલ્ટરલ વેસ્ટઈન્ડિઝ 2
    દૌલત જાદરાન અફઘાનિસ્તાન 2
    મૈટ હેનરી ન્યૂઝીલેન્ડ 2
    શાહીન અફરીદી અફઘાનિસ્તાન 2
    વહાબ રિયાઝ પાકિસ્તાન 2

     

  • યોર્કર ગઈ વર્લ્ડ કપની સરખામણીએ વધારે અસરકાર
    બોલર્સનો સ્ટ્રાઈક રેટ પણ વધ્યો છે. તે 26.4%થી 11.2% થઈ ગયો છે. તેનાથી સ્પષ્ટ છે કે યોર્કર બોલિંગ ગયા વર્લ્ડ કપની સરખામણીએ આ વખતે વધારે અસરકારક સાબીત થઈ છે. ભારતીય ટીમમાં બુમરાહ યોર્કર પર વિકેટ લેવામાં સૌથી આગળ રહ્યા છે. તેણે 2 વિકેટ લીધી છે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular