Friday, March 29, 2024
Homeવિશ્વ વિખ્યાત ડલ લેક જામી ગયુ, પાણીની પાઇપલાઇન પણ થીજી ગઈ ....
Array

વિશ્વ વિખ્યાત ડલ લેક જામી ગયુ, પાણીની પાઇપલાઇન પણ થીજી ગઈ ….

- Advertisement -

નવી દિલ્હી, 29 ડિસેમ્બર ,

દેશના માથાના મુગટ એવા જમ્મૂ-કાશ્મીરમાં અત્યારે ઠંડીનો પ્રકોપ ચાલી રહ્યો છે. પ્રદેશના ઘણા ભાગોમાં ગાઢ ધુમ્મસ, વાદળા અને ઠંડી હવાઓને પગલે જન – જીવન પ્રભાવિત થયુ છે. ઘાટીની જગ પ્રખ્યાત ડલ ઝીલ સાથે, બીજા કેટલાયે જળાશયો થીજી ગયા હોવાથી પહાડીઓમાં રહેનાર લોકોને, પાણી માટે મુશ્કેલીઓ આવી રહી છે. કડકડતી હાડ ધ્રુજવી દે એવી ઠંડીના કારણે, પાણીની પાઈપ લાઈનમા પાણી પણ જામી ગયુ છે. જેને કારણે પાણીની કમી અનુભવાઈ રહી છે. પાણી લેવા લોકોને, કેટલાય કિલોમીટર દૂર જવુ પડી રહ્યુ છે. કાશ્મીરના ચિલ્લે કલાં માં હાડકા ધ્રુજવી દ્યે એવી ઠંડીને લઈને, અને હિમવર્ષાના પગલે અહીનું જનજીવન વધુ પ્રભાવિત થયુ છે. જેને લઈને લોકો જરૂર વગર ઘરની બહાર નીકળવાનુ ટાળી રહ્યા છે.

જમ્મૂ માં રવિવારે સવારે ધુમ્મસ છવાયેલ હતુ. જેને લીધે બજારોમા નીકળવુ મુશ્કેલ થયુ છે. હવામાન ખાતાના જણાવ્યા અનુસાર, આ વર્ષે ડીસેમ્બર મહિનામાં છેલ્લા કેટલાય વર્ષોના પ્રમાણમાં ઠંડી વધુ રહી છે. આ ઠંડીના પ્રકોપના પગલે, સામાન્ય લોકોનુ જીવન વધુ દુષ્કર બન્યુ છે. બજારોમાં પણ સામાન્ય દિવસોના પ્રમાણમાં, રોનક ઓછી જોવા મળી રહી છે. બહાર ગામથી આવતા પર્યટકો માં પણ ઘટાડો થયો છે. રવિવારે બપોરના હળવો તડકો નીકળ્યા બાદ ફરી વાદળા છવાયેલા રહ્યા. જેને કારણે જનજીવન પૂર્ણપણે જાણે થંભી ગયુ છે.

શ્રીનગર હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 31 ડિસેમ્બરના અહી મૌસમનો મિજાજ બદલી શકે તેમ છે. 31 ડિસેમ્બર થી 2 જાન્યુઆરી સુધી જમ્મૂ-કાશ્મીર અને લદાખના ઘણા ભાગોમાં વરસાદની સાથે હિમવર્ષા પણ થઇ સકે તેમ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular