WORLD FOOD DAY 2020 : કેમ વર્લ્ડ ફૂડ ડે મનાવવામાં આવે છે?

0
3

વિશ્વભરમાં 16 ઑક્ટોબરે વર્લ્ડ ફૂડ ડે મનાવવામાં આવે છે. જો કે, ઘણા બધા લોકોને ગલતફેમી છે કે આ દિવસ ખાણી-પીણીની વસ્તુઓ સાથે સંકળાયેલ છે. તો જાણો કે વર્લ્ડ ફૂડ ડે દિવસ કેમ મનાવવામાં આવે છે તેના પાછળનો હેતુ શું છે?

કેમ મનાવવામાં આવે છે વર્લ્ડ ફૂડ ડે?

વર્લ્ડ ફૂડ ડે ભૂખથી પીડિત લોકો માટે જાગરૂકતા ફેલાવવાના હેતુથી મનાવવામાં આવે છે. આ એક દિવસે સ્થાનિક સ્તરે દરેકને ભુખમરી વિરુદ્ધ પગલાં ઉઠાવવાની અપીલ કરવામાં આવે છે. વર્લ્ડ ફૂડ ડે પર બિન સરકારી સંગઠનો, મીડિયા, સામાન્ય જનતા અને સરકાર દ્વારા કેટલાય પ્રકારના કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે જેથી લોકોને ભૂખ પીડિતો વિશે જાગરૂત કરી શકાય.

ક્યારથી થઇ શરૂઆત?

16 ઑક્ટોબર, 1945ના દિવસે સંયુક્ત રાષ્ટ્રના ખાદ્ય અને કૃષિ સંગઠન (FAO) ની સ્થાપના કરવામાં આવી હતી. આ સંગઠનના સભ્ય દેશોએ 16 ઑક્ટોબર 1981ના રોજ વર્લ્ડ ફૂડ ડે મનાવવાની શરૂઆત કરી. આ વર્ષ વર્લ્ડ ફૂડ ડેની થીમ છે, ‘Grow, Nourish, Sustain. Together. Our actions are our future.’

કોરોના વાયરસ પીડિતોને સમર્પિત

FAOની વેબસાઇટ અનુસાર આ વર્ષનો વર્લ્ડ ફૂડ ડે કોરોના વાયરસના પીડિતોને સમર્પિત છે. આ વર્ષ લોકોને તે વાત માટે જાગરૂત કરવામાં આવી રહ્યા છે કે આ મહામારીથી લડવા માટે ખાદ્ય અને કૃષિ કેટલું જરૂરી છે. સંગઠન તરફથી નબળા વર્ગના લોકો માટે વૈશ્વિક સહયોગ અને એકતા માટે મદદ કરવાની અપીલ કરવામાં આવી છે.