વિશ્વ આરોગ્ય દિવસ સ્પેશિયલ : મનથી ખુશ તો 5 બીમારીનું જોખમ ઓછું

0
8

1) ડાયાબિટીસ

નેશનલ ઈન્સ્ટીટ્યુટ ઓફ હેલ્થના અનુસાર તણાવ કે ખરાબ માનસિક તંદુરસ્તીથી શરીરમાં કાર્ટિસોલ અને એડ્રેનાલાઈન હોર્મોન બને છે. આ હોર્મોન વ્યક્તિને વિપરીત પરિસ્થિતિ સામે લડવા તૈયાર કરે છે. પરંતુ સતત તણાવ અને આ હોર્મોન્સથી બ્લડ શુગર વધે છે.

બચાવ:

અમેરિકન ડાયાબિટિસ એસોસિએશન અનુસાર દરરોજ 1 લિટર કે તેનાથી વધુ પાણી પીનારામાં ડાયાબિટીસનું જોખમ એ લોકોની સરખામણીએ 28 ટકા ઓછું હોય છે, જે દરરોજ અડધો લિટર પાણી પીએ છે.

2) હૃદયની બીમારી

સેન્ટર ફોર ડિસિઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શન અનુસાર લાંબા સમય સુધી એંગ્ઝાયટી, તણાવથી શરીર પર મનોવૈજ્ઞાનિક પ્રભાવ પડે છે. તેનાથી હૃદય સુધી પહોંચાતા લોહીનો પ્રવાહ ઓછો થાય છે. ધબકારા વધે છે. ધમનીઓમાં કેલ્શિયમ એકઠું થવા લાગે છે. હૃદયની બીમારીનું જોખમ વધે છે.

બચાવ :

યુએસ નેશનલ લાઈબ્રેરી ઓફ મેડિસિનના અનુસાર સપ્તાહમાં ત્રણ વખત આખું અનાજ જેમકે, ઓટ્સ, બ્રાઉન રાઈસ, વગેરેથી બનેલા ખાદ્ય પદાર્થના સેવનથી હૃદયની બીમારીનું જોખમ 22 ટકા સુધી ઘટી જાય છે.

3) નબળી રોગપ્રતિકાર શક્તિ

મેયો ક્લિનિક અનુસાર ખરાબ માનસિક સ્થિતિ દરમિયાન લોહીમાં કોલેસ્ટ્રોલનું સ્તર વધે છે. તેનાથી હોર્મોન એડ્રેનાલાઈન અને નોરએડ્રેનાલાઈનના કારણે ફેટી એસિડ બને છે. જે કોલેસ્ટ્રોલ કણો સાથે મળીને લોહીની ગાંઠો બનાવવા લાગે છે. લોહીમાં ઓક્સિજનનો અભાવ પેદા થાય છે. તમારી રોગપ્રતિકાર શક્તિ નબળી પડે છે.

બચાવ: 

નેશનલ ઈન્સ્ટીટ્યુટ ઓફ હેલ્થ અનુસાર તણાવ રોગપ્રતિકાર શક્તિને સીધી જ અસર કરે છે. કપાલ ભાતી (શ્વાસ લેતા સમયે પેટ ફુલાવવું અને શ્વાસ છોડતા સમયે પેટ ચોંટાડવું) દ્વારા તણાવ ઘટાડીને, રોગપ્રતિકાર શક્તિ નબળી થતી બચાવી શકાય.

સાઈકલિંગ ઈમ્યુનિટી વધારે છે. તેનાથી શરીરમાં ટી-સેલ્સ બને છે, જે શરીરને હવામાન અને બીમારીથી લડવાની તાકાત આપે છે.

4) કેન્સર

તણાવથી યુવાવસ્થામાં કેન્સર, બ્રેઈન અને રેસિપિરેટરી ટ્યુમર થવાની આશંકા વધે છે. રિસર્ચ અનુસાર ખરાબ માનસિક તંદુરસ્તીથી સ્મોકિંગ અને દારૂની ટેવ પડે છે. તેનાથી મોઢા, ગળા અને ફેફસાનું કેન્સર થવાનું જોખમ રહે છે.

બચાવ: 

અમેરિકન કેન્સર સોસાયટી અનુસાર જો સપ્તાહમાં 5 વખત 30 મિનિટની વોક કરવામાં આવે અને તમારી ઝડપ 5 કિમી પ્રતિ કલાક હોય તો તેનાથી તમે 13 પ્રકારના કેન્સરથી બચી શકો છો. ચાલવું તંદુરસ્તી પ્રાપ્ત કરવાની સૌથી સરળ રીત છે.

5) હાઈ/લો બ્લડ પ્રેશર

નેશનલ કેન્સર ઈન્સ્ટીટ્યુટ અનુસાર સ્ટ્રેસ હોર્મોન એપિનેફ્રીન અને નોરપિનેફ્રિન શારીરિક, માનસિક અને લાગણીશીલ દબાણને ઘટાડે છે, પરંતુ આ હોર્મોન્સ રક્તવાહિની સંકોચે છે, જેના કારણે બ્લડ પ્રેશર વધી જાય છે. તે કાયમી સમસ્યા બને છે.

બચાવ: 

હાઈ બ્લડ પ્રેશર છે તો ભોજનમાં પોટેશિયમનું પ્રમાણ વધારવું જોઈએ. જેમકે, દૂધ, દહીં, માછલી, કેળા, બટાકા, ટામેટા, પાલક જેવા શાકભાજી. તેનાથી રક્તવાહિની પર દબાણ ઓછું થાય છે. આ જ રીતે ડાર્ક ચોકલેટ ખાવાથી પણ હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા કાબૂમાં રહે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here