Saturday, September 18, 2021
Homeવર્લ્ડ હેપેટાઇટિસ ડે : હેપેટાઇટિસના દર્દીઓને કોરોનાનું સંક્રમણ થયું તો મૃત્યુનું જોખમ...
Array

વર્લ્ડ હેપેટાઇટિસ ડે : હેપેટાઇટિસના દર્દીઓને કોરોનાનું સંક્રમણ થયું તો મૃત્યુનું જોખમ વધી જાય છે

હેપેટાઇટિસ વાઈરસના સંક્રમણના કારણે લિવરની બીમારી થવી સામાન્ય બાબત છે. હેપેટાઇટિસના 5 વાઈરસ છે અને તેને A,B,C,D,E નામ આપવામાં આવ્યું છે. મહામારી દરમિયાન કોરોના અને હેપેટાઇટિસના દર્દીઓના કનેક્શનને સમજવું જરૂરી છે.

અમેરિકન સ્વાસ્થ્ય એજન્સી CDCના જણાવ્યા પ્રમાણે, હેપેટાઇટિસ-B અને Cના દર્દીઓને જો કોરોનાનું સંક્રમણ થાય તો સ્થિતિ ગંભીર બની શકે છે. મૃત્યુનું જોખમ વધે છે. એટલું જ નહીં, કોવિડના ઘણા દર્દીઓમાં કોરોના તેમના લિવરને અસ્થાયીરૂપે ડેમેજ કરે છે. તેથી લિવરના દર્દી અને સ્વસ્થ લોકો, બંનેએ તેનું ધ્યાન રાખવું જરૂરી છે.

આજે વર્લ્ડ હેપેટાઇટિસ ડે છે. હેપેટાઇટિસ​​​​​​​ના વાઈરસ 5 પ્રકારના હોય છે, તેથી તેના સંક્રમણની રીત અને લક્ષણ પણ અલગ અલગ હોય છે. મુંબઈની જસલોક હોસ્પિટલના ગેસ્ટ્રો-ઈન્ટેસ્ટાઈનલ કન્સલ્ટન્ટ ડૉ. વિવેક શેટ્ટી પાસેથી જાણો તેના વિશે…

કોરોના દર્દીઓની તપાસમાં લિવર ડેમેજ થવાની પુષ્ટિ
ડૉ. શેટ્ટીના જણાવ્યા પ્રમાણે, કોરોનાથી સંક્રમિત ઘણા એવા દર્દી હોસ્પિટલમાં દાખલ થયા, જેમના લિવર અસ્થાયી રીતે ડેમેજ થઈ ગયા. તેનું સચોટ કારણ સામે નથી આવ્યું, પરંતુ લિવર ફંક્શન ટેસ્ટમાં તેની પુષ્ટિ થઈ છે. આવા દર્દીઓની હાલત ગંભીર થવાનું જોખમ વધારે રહે છે.

લિવરના દર્દીઓમાં કોરોનાની વેક્સિનની અત્યાર સુધી કોઈ સાઈડ ઈફેક્ટ જોવા નથી મળી. તેથી આવા દર્દીઓએ વેક્સિન જરૂરથી લગાવવી જોઈએ, જેથી જોખમ ઓછું કરી શકાય. તે ઉપરાંત સોશિયલ ડિસ્ટન્સિંગનું ધ્યાન રાખવું, માસ્ક પહેરવો, અને આલ્કોહોલથી દૂર રહેવું

હેપેટાઇટિસનો કયો વાઈરસ વધુ જીવલેણ
તેના પાંચ વાઈરસમાંથી સૌથી વધુ ખતરનાક હેપેટાઇટિસ-B અને Cને માનવામાં આવે છે. Bનું સંક્રમણ થવા પર બેદરકારી દાખવી તો લિવર સિરોસિસ અને કેન્સરનું જોખમ વધે છે. જો ગર્ભવતી મહિલાઓ તેનાથી સંક્રમિત છે. તો બાળકને પણ તેનો ચેપ લાગી શકે છે.

તેમજ હેપેટાઇટિસ-Cનું સંક્રમણ થયા બાદ લક્ષણ ગંભીર જોવા મળે છે. તેથી લિવરની બીમારી રોકવા માટે દરરોજ જરૂરી સાવધાની રાખવી જરૂરી છે. લક્ષણ દેખાય તો ડૉક્ટરની સલાહથી બ્લડ ટેસ્ટ અને લિવર ફંક્શન ટેસ્ટ કરાવીને ઈન્ફેક્શનને ઓળખી શકાય છે.

લિવર શરીરનું જરૂરી અંગ કેમ છે?
કેનેડિયન લિવર ફાઉન્ડેશનના અનુસાર, લિવર શરીર માટે 500 પ્રકારના કામ કરે છે. તેમાં શરીરને એનર્જી આપવી, ઈન્ફેક્શન અને ટોક્સિનથી બચાવવા, હોર્મોનને કંટ્રોલ કરવા જેવા મુખ્ય કામ સામેલ છે.

એટલા માટે હેપેટાઇટિસ-ડે મનાવવામાં આવે છે
હેપેટાઇટિસ ગ્રીક શબ્દ હેપર અને આઈટિસથી મળીને બન્યો છે. હેપનો અર્થ છે યકૃત અને આઈટિસનો અર્થ છે સોજો. એટલે કે લિવરમાં સોજાની બીમારી. હેપેટાઇટિસ-B વાઈરસની શોધ કરનાર વૈજ્ઞાનિક બરૂચ બ્લમબર્ગના જન્મદિવસના દિવસે એટલે કે 28 જુલાઈના દિવલે વર્લ્ડ હેપેટાઇટિસ ડે મનાવવામાં આવે છે. આ વર્ષની થીમ છે, હેપેટાઇટિસ કાન્ટ વેઈટ. તેનો અર્થ છે હેપેટાઇટિસ​​​​​​​ના દર્દીઓને મહામારીમાં પણ તપાસ અને સારવાર કરાવવામાં વિલંબ કરવો જોઈએ નહીં.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments