Thursday, October 28, 2021
Homeવર્લ્ડ હાઈપરટેન્શન ડે : હાઈ બ્લડ પ્રેશર કન્ટ્રોલ કરવું હોય તો સિગારેટ...
Array

વર્લ્ડ હાઈપરટેન્શન ડે : હાઈ બ્લડ પ્રેશર કન્ટ્રોલ કરવું હોય તો સિગારેટ અને મીઠાંનાં સેવનથી દૂર રહો

WHO (વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન)નું કહેવું છે કે કોરોના મહામારીને કારણે લોકોમાં ડર, ચિંતા અને તણાવ વધ્યા છે. તેને કારણે હાઈ બ્લડ પ્રેશર અથવા હાઈપરટેન્શનના કેસો વધવા લાગ્યા છે. WHOના આંકડા પ્રમાણે, 2015માં આશરે 113 કરોડ લોકો હાઈપરટેન્શનથી પીડિત હતા. વર્ષ 2025 સુધી દુનિયાના 29% લોકો તેનાથી પીડિત થઈ શકે છે.

આ બીમારી હૃદય સંબંધિત રોગ, સ્ટ્રોક, હાર્ટ અટેક, હાર્ટ ફેલ્યોર જેવા રોગો માટે જવાબદાર છે. આ જ કારણે દુનિયાભરના લોકો તેને સાયલન્ટ કિલર પણ કહે છે. લાઈફસ્ટાઈલ અને ડાયટમાં ફેરફાર કરીને આ બીમારી કન્ટ્રોલ કરી શકાય છે. આજે વર્લ્ડ હાઈપરટેન્શન ડે છે. ચેન્નાઈની કાર્ડિયાક કેથીટેરાઈઝેશન લેબ અપોલો હોસ્પિટલના ડાયરેક્ટર ડૉ. સેમ્યુઅલ મેથ્યુ પાસેથી જાણો બ્લડ પ્રેશર કેવી રીતે કન્ટ્રોલ કરવું…

4 પોઈન્ટમાં સમજો બ્લડ પ્રેશર કન્ટ્રોલ કરવાનો ફોર્મ્યુલા
1. સ્મોકિંગથી 20 મિનિટ સુધી વધે છે BP

નિકોટિન આર્ટરીઝને સંકોચી તેની દિવાલ કઠ્ઠણ બનાવી દે છે. આ સિવાય તે લોહીની ગાંઠો પણ બનાવવા લાગે છે. સિગારેટ પીધા પછી હૃદયનાં ધબકારાં સામાન્ય થવામાં 20 મિનિટ લાગે છે. તેથી તેને છોડવી જ યોગ્ય ગણાશે.

2. એક કિલો વજન ઘટાડવા પર 1 પોઈન્ટ BP ઓછું થશે
મેયોક્લીનિક અનુસાર, મેદસ્વિતાથી પરેશાન ઓવરવેટ વ્યક્તિ જો એક કિલો વજન ઓછું કરે છે તો બ્લડ પ્રેશર 1 mm Hg સુધી ઓછું થાય છે. બલ્ડ પ્રેશરનો સંબંધ કમરની સાઈઝ સાથે પણ છે. જો પુરુષની કમર 40 અને મહિલાની કમર 35 ઈંચથી વધારે છે તો તેમને બ્લડ પ્રેશરનું વધારે જોખમ છે.

3. 5 ગ્રામ કરતાં વધારે મીઠાંનું સેવન ન કરો
એક યુવા વ્યક્તિએ દરરોજ ભોજનમાં 5 ગ્રામ જેટલું જ મીઠું લેવું જોઈએ. એક નાની ચમચી બરાબર મીઠાંમાં આશરે 2300 મિલીગ્રામ સોડિયમ હોય છે. ભોજનમાં સોડિયમની માત્રા ઓછી કરવાથી 5થી 6 પોઈન્ટ BP ઓછું કરી શકાય છે.

4. 30 મિનિટની એક્સર્સાઈઝ કરવા પર 5થી 8 પોઈન્ટ BP ઓછું થાય છે
નેશનલ ઈન્સ્ટિટ્યુટ ઓફ હેલ્થમાં પ્રકાશિત રિસર્ચ પ્રમાણે, જો દરરોજ 30 મિનિટનું વૉક કરવામાં આવે તો બ્લડ પ્રેશર 5થી 8 પોઈન્ટ ઘટાડી શકાય છે. જોકે વૉક સતત કરવું જોઈએ નહિ તો બ્લડ પ્રેશર ફરી વધી જાય છે. જોગિંગ, સાઈકલિંગ અને ડાન્સ કરવાથી પણ બ્લડ પ્રેશર ઓછું થાય છે.

બ્લડ પ્રેશર 140/90 હોય તો વધારે જોખમ
જો કોઈ વ્યક્તિનું બ્લડ પ્રેશર લેવલ 140/90એ પહોંચે છે તો તેને હાઈપરટેન્શન કહેવાય છે. 120/80થી 139/89 વચ્ચેનું લેવલ હોય તો તેને પ્રી હાઈપરટેન્શન કહેવાય છે. આવા લોકોને સામાન્ય લોકો કરતાં વધારે જોખમ હોય છે.

બંને હાથના રીડિંગમાં ફરક આવે તો હૃદય રોગની બીમારીનું જોખમ
ડૉક્ટર સામાન્ય રીતે એક હાથે જ રીડિંગ કરતાં હોય છે, પરંતુ હાઈ બ્લડ પ્રેશર પર થયેલાં એક નવાં રિસર્ચ પ્રમાણે બંને હાથ પર રીડિંગ કરવું આવશ્યક છે. જો બંને હાથના રીડિંગમાં ફરક આવે તો હૃદય રોગનું જોખમ હોઈ શકે છે. ઈંગ્લેન્ડના એક્સેટર મેડિકલ સ્કૂલના વૈજ્ઞાનિક ક્રિસ્ટોફર ઈ ક્લાર્ક કહે છે કે ડાબા અને જમણા હાથના સિસ્ટોલિક રીડિંગ વચ્ચે 5mmનાં અંતરથી મૃત્યુનું જોખમ 5% વધી જાય છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments