Friday, March 29, 2024
Homeવિશ્વ : 2020માં આખા જગતે સંરક્ષણ પાછળ બે લાખ કરોડ ડૉલર ખર્ચ્યા
Array

વિશ્વ : 2020માં આખા જગતે સંરક્ષણ પાછળ બે લાખ કરોડ ડૉલર ખર્ચ્યા

- Advertisement -

વિશ્વમાં શાંતિની વાતો અને સંમેલનો ભલે થાય પણ સંરક્ષણ પાછળ થતો ખર્ચ અવિરત વધી રહ્યો છે. સ્ટોકહોમ ઈન્ટરનેશનલ પીસ રિસર્ચ ઈન્સ્ટિટયૂટ (સિપરી)ના અહેવાલ મુજબ ૨૦૨૦માં વિવિધ દેશોએ સંરક્ષણ પાછળ ૧૯૮૧ અબજ ડૉલર (અંદાજે ૨ લાખ કરોડ ડૉલર)નું બજેટ ફાળવ્યું હતું. સિપરીના અહેવાલ પ્રમાણે ૧૯૮૮ પછી સંરક્ષણ ખર્ચમાં આ સૌથી મોટો આંકડો છે. ૨૦૨૦ના કુલ સંરક્ષણ ખર્ચમાં ભારતનો ફાળો ૩.૭ ટકા નોંધાયો છે.

૨૦૧૯ કરતા ગ્લોબલ સંરક્ષણ ખર્ચમાં ૨૦૨૦માં ૨.૬ ટકા વધારો નોંધાયો હતો. ૨૦૨૦માં કોરોનાને કારણે સમગ્ર વિશ્વના જીડીપીમાં ૪.૪ ટકાનો ઘટાડો થયાનું ઈન્ટરનેશનલ મોનિટરી ફંડે નોંધ્યુ છે. પણ સંરક્ષણ ખર્ચ ઓછો કરવા કોઈ દેશ તૈયાર નથી. કુલ ખર્ચ પૈકી ૬૨ ટકા ખર્ચ તો પ્રથમ પાંચ દેશો, અમેરિકા, ચીન, ભારત, રશિયા અને યુનાઈટેડ કિંગડમે કર્યો છે. કુલ વૈશ્વિક સંરક્ષણ ખર્ચમાં એકલા ૩૯ ટકા ફાળો તો અમેરિકાનો છે. ૨૦૨૦માં અમેરિકાનો સંરક્ષણ ખર્ચ ૭૭૮ અબજ ડૉલર હતો, જે આગલા વર્ષ કરતાં ૪.૪ ટકા વધુ છે. ભારતે ૨૦૨૦માં સંરક્ષણ માટે ૭૨.૯ અબજ ડૉલર ફાળવ્યા હતા. ભારતનો સંરક્ષણ ખર્ચ ૨૦૧૨થી સતત વધતો જ જાય છે. ચીન-પાકિસ્તાન તરફથી ઉભા થનારા ખતરાઓને જોતા ઘટાડો થવાની શક્યતા નહિવત છે.

અત્યાર સુધી ઓછો ખર્ચ કરનારા આફ્રિકા ખંડના દેશોએ હવે અચાનક સંરક્ષણ પાછળ ખર્ચ વધાર્યો છે. એટલે ખંડની દૃષ્ટિએ જોઈએ તો આફ્રિકા ખંડના સંરક્ષણ ખર્ચમાં ૨૦૧૯ કરતાં ૫.૧ ટકા વધારો નોંધાયો છે, જે અન્ય કોઈ પણ ખંડ કરતા વધારે છે.

ચીને બે કદાવર યુદ્ધજહાજ, એક પરમાણુ સબમરિન લૉન્ચ કરી

ચીને તેની સેનામાં બે કદાવર યુદ્ધજહાજો અને એક પરમાણુ સબમરિન એમ કુલ ૩ આયુધો શામેલ કર્યા હતા. લૉન્ચિંગના આ પ્રસંગે પ્રમુખ જિનપિંગ હાજર રહ્યાં હતા.

એક જહાજ વખતે ૩૦ હેલિકોપ્ટર લઈ જવા સક્ષમ છે. તેના પર ૩૦ મિલિટરી હેલિકોપ્ટર શામેલ કરી સમુદ્રમાં દૂર સુધી જઈ શકાય છે. એ જહાજનું વજન અંદાજે ૪૦ હજાર ટન છે.

એ સિવાય બીજું જહાજ ડિસ્ટ્રોયર પ્રકારનું છે, જે ચીનનું સૌથી આધુનિક યુદ્ધજહાજ ગણાય છે. સબમરિન પરમાણુ ઊર્જા સંચાલિત છે એટલે સમુદ્રમાં લાંબો સમય રહી શકે એમ છે.

2020માં સૌથી વધુ સંરક્ષણ ખર્ચ કરનારા દેશો

દેશ

ખર્ચ

વિશ્વમાં

(અબજ ડૉલર)

ફાળો (ટકા)

અમેરિકા

૭૭૮

૩૯

ચીન

૨૫૨

૧૩

ભારત

૭૨.૯

૩.૭

રશિયા

૬૧.૭

૩.૧

યુનાઇટેડ કિંગડમ

૫૯.૨

૩.૦

સાઉદી અરબ

૫૭.૫

૨.૯

જર્મની

૫૨.૮

૨.૭

ફ્રાન્સ

૫૨.૭

૨.૭

જાપાન

૪૯.૧

૨.૫

દક્ષિણ કોરિયા

૪૫.૭

૨.૩

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular