Tuesday, April 16, 2024
Homeવર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ : ધોનીની 7 નંબરની જર્સીનો ઉપયોગ થાય તેવી સંભાવના...
Array

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ : ધોનીની 7 નંબરની જર્સીનો ઉપયોગ થાય તેવી સંભાવના ઘણી ઓછી: BCCI

- Advertisement -

સ્પોર્ટ્સ ડેસ્ક: 1 ઓગસ્ટ 2021 સુધી રમનાર બધી ટેસ્ટ મેચ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપનો ભાગ રહેશે. ભારતની પહેલી મેચ 22 ઓગસ્ટથી વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ રમાશે. આ ચેમ્પિયનશીપમાં પહેલી વાર ખેલાડીઓ નામ અને નંબરવાળી જર્સી પહેરીને રમશે. ભારતીય ટીમમાં જર્સી પર 2 નંબરનો ઉપયોગ થશે નહીં તેવી સંભાવના વધારે છે. એક છે સચિન તેંડુલકરની 10 નંબરની જર્સી અને બીજી છે એમએસ ધોનીની 7 નંબરની જર્સી. બીસીસીઆઈ અનુસાર, આ બંને નંબરનો ઉપયોગ થાય તેવી સંભાવના બહુ ઓછી છે.

બીસીસીઆઈએ સચિનની 10 નંબરની જર્સી રિટાયર કરી હતી

  • સચિને નિવૃત્તિ લીધા પછી શાર્દુલ ઠાકુરે એક વનડેમાં 10 નંબરની જર્સી પહેરી હતી. ત્યારે સોશિયલ મીડિયા પર તેની ભારે ટીકા થઇ હતી. તે પછી બીસીસીઆઈને વનડે અને ટી-20માં 10 નંબરની જર્સીને રિટાયર કરી હતી. જોકે ટેસ્ટ મેચ માટે ત્યારે નિર્ણય લેવામાં આવ્યો ન હતો.
  • સચિનના સમ્માનમાં કોઈ પણ ભારતીય ખેલાડી 10 નંબરની જર્સી પહેરતું નથી. આ જ વસ્તુ ધોનીની 7 નંબરની જર્સી સાથે પણ થઇ શકે છે. પૂર્વ ભારતીય કપ્તાને 2014માં ટેસ્ટમાંથી નિવૃત્તિ લીધી હતી. એવું માનવામાં આવી રહ્યું છે કે ટેસ્ટમાં ભારતીય ટીમ વનડે જર્સી નંબરનો જ ઉપયોગ કરશે.
  • બીસીસીઆઈના એક અધિકારીએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, વિરાટ 18 અને રોહિત 45 નંબર પહેરી શકે છે. મોસ્ટલી બધા ખેલાડીઓ વનડે અને ટી-20 વાળા નંબર જ પહેરશે. જોકે ધોની ટેસ્ટ રમતો ન હોવાથી તેની જર્સી નંબર 7 ઉપલબ્ધ હશે. જોકે બહુ ઓછી સંભાવના છે કે કોઈ ખેલાડી તેનો ઉપયોગ કરે.
  • તેણે કહ્યું કે, 7 નંબરની જર્સી ધોનીની ઓળખાણ બની ગઈ છે. વનડે સિરીઝ પછી જ વેસ્ટ ઇન્ડિઝમાં નંબરવાળી જર્સી પહોંચશે. રમતમાં જનરલી જર્સી રિટાયર થતી નથી. પરંતુ ભારતીય ક્રિકેટમાં સચિન પછી ધોનીનું કદ એટલું મોટું છે કે બીસીસીઆઈ તેની જર્સી રિટાયર કરી શકે છે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular