World Vegetarian Day 2020 : કેમ મનાવવામાં આવે છે વર્લ્ડ વેજિટેરિયન ડે?

0
14

કોઇ પણ પ્રકારના વાયરસના સંક્રમણથી બચવા માટે વેજિટેરિયન ડાયેટને સેફ વિકલ્પ માનવામાં આવે છે. સ્વાઇન ફ્લૂથી લઇને કોરોનાનું સંક્રમણ ફેલાવવા સુધીમાં પ્રાણીઓને એક મોટી કડી માનવામાં આવે છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અનુસાર છેલ્લા 50 વર્ષોમાં 70 ટકા વૈશ્વિક બીમારીઓ પ્રાણીઓ મારફતે જ ફેલાઇ રહી છે. કેટલાય રિસર્ચમાં સાબિત કરવામાં આવ્યું છે કે હૃદય રોગ અને કેન્સર જેવી બીમારીઓનું જોખમ ઘટાડવા માટે વેજિટેરિયન ડાયેટનું સેવન કરવું જ યોગ્ય માનવામાં આવે છે. એવામાં ભોજનમાં ફળ અને શાકભાજીઓનું પ્રમાણ વધારો. આજે વિશ્વભરમાં વર્લ્ડ વેજિટેરિયન ડે મનાવવામાં આવી રહ્યો છે. આ અવસરે જાણો શાકાહારી ભોજન તમારા જીવનમાં કેટલો ફેરફાર લાવી શકે છે.

જાણો, વેજિટેરિયન ભોજન શા માટે યોગ્ય છે?

વાયરલ ઇન્ફેક્શનનું જોખમ ઓછુ થાય છે

વર્ષ 2013માં યૂનાઇટેડ નેશન્સની સંસ્થા ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઑર્ગેનાઇઝેશનના રિપોર્ટ અનુસાર વિશ્વભરમાં 90 ટકાથી વધારે માંસ ફેક્ટરી ફાર્મથી આવે છે. આ ફાર્મ્સમાં પ્રાણીઓને ઠૂસી-ઠૂસીને રાખવામાં આવે છે અને અહીં સાફ-સફાઇનું પણ ધ્યાન રાખવામાં આવતું નથી. આ કારણથી વાયરલ ડિસીઝ ફેલાવાનું જોખમ વધી જાય છે. એક રિપોર્ટ અનુસાર નૉન-વેજ ખાવાથી કેટલાય પ્રકારની બીમારીઓ થઇ શકે છે.

દિલ ખુશ રહે છે

નોનવેજની સરખામણી વેજિટેરિયન ડાયેટ તમને વધારે સ્વસ્થ રાખે છે. તેના પર રિસર્ચની મોહર પણ લાગી ચુકી છે. અમેરિકન જર્નલ ઑફ ક્લીનિકલ ન્યૂટ્રીશનમાં પ્રકાશિત રિસર્ચનું કહેવું છે કે હૃદય રોગનું જોખમ ઘટાડવું છે તો શાકાહારી ભોજન ચોક્કસથી ખાઓ. ત્યારે ઈન્ગલેન્ડ અને સ્કૉટલેન્ડમાં 44,561 લોકો પર રિસર્ચ કરવામાં આવ્યું. તેમાં જાણવા મળ્યુ કે નોન-વેજિટેરિયનની સરખામણીમાં જે લોકો વેજિટેરિયન ડાયેટ લઇ રહ્યા હતા તેમાં હૃદય રોગના કારણે હૉસ્પિટલમાં દાખલ થવાની શક્યતા 32 ટકા સુધી ઘટી જાય છે. તેમાં કૉલેસ્ટ્રોલનું લેવલ અને બ્લડ પ્રેશર બંને જ નોર્મલ હતા.

કેન્સરનું જોખમ ઓછું

અત્યાર સુધીમાં કેટલાય એવા રિસર્ચ સામે આવી ચુક્યા છે જેના અનુસાર ભોજનમાં જો ફળ અને શાકભાજીઓનું પ્રમાણ વધારીએ છીએ તો કેન્સર થવાનું જોખમ ઘટી જાય છે. ઑક્સફોર્ડ યૂનિવર્સિટીમાં કરવામાં આવેલા રિસર્ચ અનુસાર, જો ડાયેટમાંથી રેડ મીટને હટાવી દેવામાં આવે છે તો કોલોન કેન્સર થવાનું જોખમ ઓછુ થઇ જાય છે.

ડાયાબિટીસ કંટ્રોલમાં રહે છે

વિયતનામના મેડિકલ ન્યૂટ્રિશનિસ્ટ અનુસાર જો બ્લડ શુગર કંટ્રોલ કરવા માંગો છો તો દિવસભરના ડાયેટમાં 50 ટકાથી વધારે ફળ અને શાકભાજીઓનું સેવન કરો. ત્યાર બાદ જ ભોજનમાં અનાજ સામેલ કરો. નોનવેજ, ઈંડાં, માછલી, માખણ અને રિફાઇન્ડ ફૂડ લેવાનું ટાળો. આમ કરવાથી બ્લડ શુગર લેવલ ઘટાડી શકાય છે.

કેમ મનાવવામાં આવે છે વર્લ્ડ વેજિટેરિયન ડે?

વિશ્વભરના લોકોને શાકાહારી ભોજન માટે પ્રેરિત કરવા અને તેના ફાયદા જણાવવા માટે વર્લ્ડ વેજિટેરિયન ડેની શરૂઆત કરવામાં આવી હતી. 1 ઑક્ટોબર 1977ના રોજ નૉર્થ અમેરિકન વેજિટેરિયન સોસાયટીએ આ પહેલ શરૂ કરી હતી. તેનું લક્ષ્‍ય લોકોને સમજાવાનું હતું કે વેજિટેરિયન ડાયેટ નૉનવેજ ફૂડથી વધારે હેલ્ધી છે. વેજિટેરિયન ડાયેટ બૉડીમાં વધુ ફેટ વધારતું નથી અને હૃદય રોગનું જોખમ પણ ઓછુ થઇ જાય છે. તેમાં રહેલ ફાઇબર અને એન્ટીઑક્સીડેન્ટ્સમાં કેન્સરથી લડવાની ક્ષમતા હોય છે.

શું થશે જો તમામ લોકો વેજિટેરિયન બની જશે?

વર્ષ 2016માં નેશનલ એકેડમી ઑફ સાયન્સની એક સ્ટડીમાં કહેવામાં આવ્યું હતું કે જો વિશ્વના તમામ લોકો માંસાહાર છોડીને માત્ર શાકાહારી ભોજનનું સેવન કરવા લાગશે તો વર્ષ 2050 સુધી ગ્રીન હાઉસ ગેસોના ઉત્સર્જનમાં 70 ટકા સુધીનો ઘટાડો થઇ જશે. અંદાજે વિશ્વમાં 12 અબજ એકર જમીન ખેતી અને તેની સાથે સંકળાયેલા કામમાં ઉપયોગમાં લેવામાં આવે છે. તેમાંથી પણ 68 ટકા જમીન પ્રાણીઓ માટે ઉપયોગમાં લેવામાં આવે છે.

જો બધા લોકો વેજિટેરિયન બની જાય તો 80 ટકા જમીન પ્રાણીઓ અને જંગલો માટે ઉપયોગમાં લઇ શકાશે. તેનાથી કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ ઓછુ થશે અને ક્લાઇમેટ ચેન્જથી છૂટકારો મેળવવામાં મદદ મળશે. બાકી બચેલી 20 ટકા જમીનનો ઉપયોગ ખેતી માટે કરી શકાશે. જ્યારે હાલ જેટલી જમીન પર ખેતી થાય છે તેના એક-તૃતિયાંશ ભાગ પર પ્રાણીઓ માટે ચારો ઉગાડવામાં આવે છે.

વેજિટેરિયન અને વેગન ડાયેટમાં શું ફર્ફ છે

વેગન અને વેજિટેરિયન ડાયેટમાં એક મોટો ફર્ક છે. વેગન ડાયેટમાં મોટાભાગે એવા ફૂડ સામેલ હોય છે જે વૃક્ષ-છોડમાંથી ડાયરેક્ટ મળે છે. વેગન ડાયેટમાં જે પણ ફૂડ લેવામાં આવી રહ્યા છે તેમાં રાસાયણિક પદાર્થોથી તૈયાર ન થયા હોય એટલે કે ઑર્ગેનિક ફાર્મિંગથી તૈયાર થનાર ફૂડ હોવા જોઇએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here