બ્રિટન : બે વિશ્વયુદ્ધ અને સ્પેનિશ ફ્લૂથી બચેલી વૃદ્ધાએ કોરોનાથી દમ તોડ્યો

0
10

લંડન: બ્રિટનના સાલ્ફોર્ડ શહેરમાં 108 વર્ષનાં એક વૃદ્ધાનું કોરોનાથી મોત થયું. સ્થાનિક મીડિયા મુજબ, હિલ્ડા ચર્ચિલ નામનાં આ વૃદ્ધા કોરોનાથી જીવ ગુમાવનારા બ્રિટનના સૌથી ઉંમરલાયક દર્દી છે. હિલ્ડાને બે વિશ્વયુદ્ધમાં અને 1918માં ફેલાયેલા સ્પેનિશ ફ્લૂ વખતે પણ કંઇ નહોતું થયું. તેઓ 5 એપ્રિલે પોતાનો જન્મદિન મનાવવાના હતા.

સ્પેનિશ ફ્લૂથી વિશ્વમાં 5 કરોડ લોકોનો મોત થયા હતા

હિલ્ડા ચર્ચિલના પૌત્ર એન્થની ચર્ચિલે કહ્યું કે, દાદી તેમના બાળપણમાં સ્પેનિશ ફ્લૂથી બચી ગયા બાદ રોજગાર માટે સાલ્ફોર્ડ આવી ગયા હતા. ત્યારે સ્પેનિશ ફ્લૂથી વિશ્વમાં 5 કરોડ લોકો માર્યા ગયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here