વિશ્વની બેસ્ટ મહિલા ફૂટબોલરે તેની બાસ્કેટબોલ પ્લેયર ગર્લફ્રેન્ડ સાથે કરી લીધી સગાઈ

0
5

અમેરિકાની બેસ્ટ વુમન એથ્લેટે સગાઇ કરી લીધી છે. અમેરિકાની બેસ્ટ મહિલા ફૂટબોલર મેગન રેપિનો અને બાસ્કેટબોલ પ્લેયર સૂ બર્ડ છેલ્લા ચાર વર્ષથી ડેટિંગ કરી રહી હતી અને હવે બંનેએ સગાઈ કરી લીધી છે. મેગન રેપિનો બે વાર વિમેન્સ ફૂટબોલ વર્લ્ડ કપ અને એક વાર ઓલિમ્પિક્સ ગોલ્ડ મેડલ જીતેલી અમેરિકન ટીમ માટે રમી ચૂકી છે. ગયા વર્ષે તેને બેસ્ટ મહિલા ફૂટબોલરનો એવોર્ડ પણ મળ્યો હતો. રેપિનોને ફૂટબોલ જગતનો સર્વોચ્ચ એવો બેલન ડી ઓર એવોર્ડ પણ એનાયત કરાયો હતો.

સૂ બર્ડ 4 વખત જીતી ચુકી છે વિમેન્સ એનબીએ ટાઈટલ

બીજી તરફ સૂ બર્ડને અમેરિકાની સર્વકાલીન મહાન બાસ્કેટબોલ ખેલાડી માનવામાં આવી રહી છે. 40 વર્ષની સૂ બર્ડ અમેરિકાની મહિલા બાસ્કેટબોલ ટીમની સાથે ચાર વખત ઓલિમ્પિકસ મેડલ જીતી ચૂકી છે. તે ચાર વખત વિમેન્સ એનબીએ ટાઈટલ પણ પોતાના નામે કરી ચૂકી છે. તે પાંચ વખત યુરો લીગ ટાઇટલ પણ જીતેલી છે.

રિયો ઓલિમ્પિક્સમાં થઇ હતી બંનેની મુલાકાત

2016માં રિયો ઓલિમ્પિક્સ દરમિયાન રેપિનો અને બર્ડની મુલાકાત થઈ હતી. ત્યારથી જ બંને એકબીજાને ડેટિંગ કરી રહી હતી. રેપિનોએ 2012માં જે તે સમલૈગિંક છે તેવી જાહેરાત કરી દીધી હતી. ત્યાર બાદ તે પોપ રેકોર્ડિંગ આર્ટિસ્ટ સેરા કેહુ સાથે ઘણા સમય સુધી રિલેશનમાં હતી. 2015માં બંનેએ સગાઇ પણ કરી હતી પરંતુ ત્યાર બાદ તેમના લગ્ન થયા ન હતા. સૂ બર્ડે તાજેતરમાં જ પોતાની આંગળી પર એક વિંટી પહેરીને સાથે રેપિનોનો ફોટો શેર કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here