વિશ્વભરનું અવનવું : ‘બિગ હેડ્સ’ ના વેક્સિન મુદ્દે લડાઇની મુદ્રામાં પોઝ : હવેથી ટેક્સી દરવાજે નહીં, ધાબે આવશે

0
0

બ્રિટનના કોર્નવોલમાં જી-7 શિખર બેઠકની સમાંતરે ફાલમાઉથ નજીક બીચ પર ઓક્સફામના એક્ટિવિસ્ટ્સે જી-7 નેતાઓના ‘બિગ હેડ્સ’ કેરિકેચર્સ સાથે કોરોના વેક્સિન મુદ્દે લડાઇની મુદ્રામાં પોઝ આપ્યા.

કલાકના 240 કિ.મી.ની ઝડપે ઊડતી ટેક્સી લૉન્ચ

ફ્લાઇંગ ટેક્સી કંપની આર્ચર એવિયેશનના કો-સીઇઓ એડમ ગોલ્ડસ્ટીન (જમણે) અને બ્રેટ એડકોકે કેલિફોર્નિયામાં હાવથોર્ન ખાતે કંપનીની ઓલ-ઇલેક્ટ્રિક ફ્લાઇંગ ટેક્સી ‘મેકર’ લૉન્ચ કરી. આ ફ્લાઇંગ ટેક્સી કલાકના 240 કિ.મી.ની ઝડપે ઊડી શકે છે. એ 100 કિ.મી. સુધી હવામાં રહી શકે છે. તેમાં પાઇલટ સહિત 4 લોકો બેસી શકે છે. એડકોકે જણાવ્યું હતું કે ફ્લાઇંગ ટેક્સી ઇન્ટર-સિટી ટ્રાન્સપોર્ટેશનનો વિકલ્પ બનવા સક્ષમ છે, પરંતુ એ એફોર્ડેબલ બને તો જ આ લક્ષ્ય પ્રાપ્ત કરી શકાય તેમ છે. વર્ષ 2024 સુધીમાં ‘મેકર’ને લોસ એન્જેલ્સ તથા મિયામીમાં વ્યવસાયી ધોરણે લૉન્ચ કરવાની કંપનીને આશા છે.

સ્કાયપોડમાં લો સફરની અનોખી મજા

સંયુક્ત અરબ અમીરાતના પહેલા હાઇ-સ્પીડ ઇલેક્ટ્રિક સ્કાઈ પોડનું શારજહાં રિસર્ચ ટેક્નોલોજી એન્ડ ઇનોવેશન પાર્કમાં પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. ચાર સીટર યુ કાર 400 મીટરની ટેસ્ટ ટ્રેક પૂરા કરવામાં એક મિનિટથી પણ ઓછો સમય લે છે. તેનો ખર્ચ અન્ય સામાન્ય ટ્રાન્સપોર્ટ સિસ્ટમની તુલનામાં 14600 રૂપિયા પ્રતિ મિટરથી પણ ઓછો છે. તેની સ્પીડ 50 કિમી પ્રતિ કલાક છે.

ચીને મંગળ ગ્રહ પરથી અમેરિકાના વર્ચસ્વને પડકાર્યુ

ચીને મંગળ ગ્રહ પર એનો ઝંડો ફરકાવી અમેરિકાના વર્ચસ્વને ટક્કર આપી દીધી છે. ચીનના સરકારી મીડિયાએ શુક્રવારે લાલ ગ્રહની તસવીરો જાહેર કરી. આ તસવીરો તિયાનવેન-1 સ્પેસક્રાફ્ટના માધ્યમથી મંગળ પર મોકલાયેલા રોબોટ જુરોંગે પૃથ્વી પર મોકલી છે. તેમાં લાલ ગ્રહની સપાટી સ્પષ્ટ દેખાય છે. ગ્લોબલ ટાઈમ્સે દાવો કર્યો કે જુરોંગ રોવરથી મોકલાયેલી આ તસવીરોએ સાબિત કરી દીધું છે કે ચીનનું મંગળ મિશન સંપૂર્ણપણે સફળ રહ્યું છે.

કુદરતની કમાલ બ્યુટી!

બ્રિટન સ્થિત આઇલ ઑફ વ્હાઇટ આઇલેન્ડ પર સૂર્યોદય સમયની આ અનોખી અને સુંદર તસવીર જેમી રસેલે લીધી છે. અહીંના દક્ષિણ ભાગમાં તો સૂર્ય દેખાઇ રહ્યો છે, પણ ઉત્તર ભાગમાં વરસાદ થઈ રહ્યો છે.

બસમાંમાં પાણી કે પાણીમાં બસ!

મુંબઈમાં મેઘરાજાએ જે તોફાની એન્ટ્રી કરી છે એનાથી શરૂઆતથી જ શહેરના માર્ગો પર પાણી જ પાણી જોવા મળે છે. જોકે અહીં સિટી બસ ‘બેસ્ટ’ સર્વિસ આપવાની કોઈપણ સ્થિતિમાં કોશિશ કરે છે. અહીં જે તસવીર છે એ જોતાં જ સમજાઈ જશે કે ભારે વરસાદ પછી શહેરની કેવી હાલત હશે. સિટી બસની અંદર રોડ પરનું વરસાદી પાણી દરિયાનાં મોજાંની જેમ ઘૂસી આવતું જોવા મળે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here