વિશ્વભરનું અવનવું : ‘ગ્રુપ ઓફ 7’ એ સૌનું ધ્યાન ખેંચ્યું, ક્લાઈમેટ ચેન્જ એ સૌ મોટો મુદ્દો

0
0

G7(ગ્રુપ ઓફ સેવન) સાત દેશનું સંગઠન છે અને એની શિખર મંત્રણા હાલ જ યોજાઈ છે. ભારત એમાં સામેલ નથી, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલી એમાં હાજરી આપી હતી અને ‘વન નેશન, વન હેલ્થ’નું આહવાન સમગ્ર વિશ્વ માટે કર્યું. આ સાત દેશ – ફ્રાન્સ, જાપાન, ઈટાલી, કેનેડા, યુએસએ, યુકે અને જર્મનીની શિખર મંત્રણા યોજાઈ એ સમયે વિવિધ મુદ્દાઓ પર પોતાનો અવાજ ઉઠાવનારા એક્ટિવિસ્ટ્સે અનોખી રીતે વિરોધપ્રદર્શનો કર્યાં હતાં.

આ બહેન માત્ર આઈસક્રીમ ખાવાની મોજ માણી રહ્યાં નથી, પણ સાથે વિરોધ પણ કરી રહ્યાં છે. તેઓ એક એક્ટિવિસ્ટ છે અને તેમના આઈસક્રીમ કોન પર જે વેફર છે એના પર એવો મેસેજ લખેલો છે કે કોરોનાવાયરસની રસીને ઈન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી બનાવવામાં ન આવે.

G7 સામે વિરોધપ્રદર્શનો કરનારાં અનેક સંગઠનો છે અને તેમનાં પોતપોતાના મુદ્દા છે, જેના માટે તેઓ અવાજ ઉઠાવી રહ્યાં છે. ખાસ કરીને ક્લાઈમેટ ચેન્જ એ સૌ મોટો મુદ્દો રહ્યો છે. દુનિયાભરમાં જ્યારે ક્લાઈમેટ ચેન્જના કારણે પ્રાકૃતિક ઊથલપાથલ જોવા મળી રહી છે અથીને પૃથ્વીનું તાપમાન સતત વધી રહ્યું છે એના પ્રત્યે આ સાત શક્તિશાળી દેશો પણ જવાબદાર હોવાનું આ એક્ટિવિસ્ટ કહી રહ્યાં છે. આ એક્ટિવિસ્ટ્સમાંથી કોઈએ સાતેય દેશોના નેતાઓની રમૂજી પ્રતિકૃતિઓ બનાવીને કટાક્ષ કરવાનો પ્રયાસ કર્યો તો કેટલાકે વિવિધ પશુપક્ષીની વેશભૂષા ધારણ કરીને તેમને બચાવવા અપીલ કરી. G7 સમિટ બહારનાં આ દૃશ્યો વાસ્તવમાં વૈશ્વિક સમસ્યાઓનું પ્રતિબિંબ આપવાની કોશિશ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here