Friday, April 26, 2024
Homeધનતેરસની પૂજા અને ખરીદારી : સોના-ચાંદી અને તાંબા-પિત્તળનાં વાસણો ખરીદી શકાય છે,...
Array

ધનતેરસની પૂજા અને ખરીદારી : સોના-ચાંદી અને તાંબા-પિત્તળનાં વાસણો ખરીદી શકાય છે, સાંજે યમદેવ માટે દીપદાન કરવું

- Advertisement -

ધનતેરસ પર્વ શુક્રવારે ઊજવવામાં આવશે. જ્યોતિષાચાર્ય પં. ગણેશ મિશ્રના જણાવ્યા પ્રમાણે, સમુદ્ર મંથન દરમિયાન ભગવાન ધનવંતરી સોનાના કળશમાં અમૃત લઇને આવ્યા હતા, જેને કારણે માન્યતા છે કે ધનતેરસના દિવસે સોનું ખરીદવામાં આવે છે. જોકે આર્થિક રૂપથી નબળા લોકો માટે એ શક્ય નથી તો તેમણે પિત્તળ કે અન્ય ધાતુનાં વાસણ ખરીદવા. માન્યતા પ્રમાણે આ વસ્તુઓ ખરીદવાથી ઘરના સભ્યોનું સ્વાસ્થ્ય સારું રહે છે. આ દિવસે ખરીદેલાં નવાં વાસણમાં માતા લક્ષ્મી, ગણેશજી, કુબેર અને ભગવાન ધનવંતરીને ભોગ ધરાવવામાં આવે તો ઘરમાં સુખ-સમૃદ્ધિ વધે છે અને બીમારીઓ દૂર થાય છે.

ધનતેરસના દિવસે પ્રસાદ અને દીવો.

પં. મિશ્રના જણાવ્યા પ્રમાણે, ધનતેરસના દિવસે મીઠાઈઓ અને ઔષધીઓની ખરીદદારી કરવી પણ શુભ રહે છે. આયુર્વેદના દેવતા ભગવાન ધનવંતરીને ચઢાવવામાં આવતી ઔષધીઓને પ્રસાદ સ્વરૂપે ગ્રહણ કરવી જોઇએ. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી બીમારીઓ દૂર થાય છે. ભગવાન ધનવંતરીને કૃષ્ણા તુલસી, ગાયનું દૂધ અને એનાથી બનેલા માખણનો ભોગ ધરાવવો જોઇએ. પૂજામાં પ્રગટાવેલા દીવામાં ગાયના ઘીનો ઉપયોગ કરવો જોઇએ. આ સિવાય પ્રદોષકાળમાં યમરાજ માટે દીપદાન કરવું જોઇએ. એના માટે લોટથી બનેલો ચૌમુખા દીવો બનાવવો જોઇએ. એમાં સરસિયું કે તલનું તેલ રાખીને ઘરની બહાર દક્ષિણ દિશામાં પ્રગટાવવો. આવું કરતાં યમરાજ પાસે પરિવારની લાંબી ઉંમરની કામના કરવી જોઇએ. માન્યતા છે કે આવું કરવાથી અકાળ મૃત્યુ થવાની સંભાવના રહેતી નથી.

ધનતેરસના દિવસે શું ખરીદવું અને શું નહીં.

ચાંદીનાં વાસણ કે ચાંદી ખરીદવાથી ઘરમાં શાંતિ આવે છે અને ક્લેશ દૂર થાય છે. સોનું ખરીદવાથી સૌંદર્ય અને સમૃદ્ધિ વધે છે. ઘરમાં જો ધનતેરસના દિવસે તાંબાનાં વાસણ લાવવામાં આવે તો ધર્મ અને પુણ્યની વૃદ્ધિ થાય છે. તેની સાથે જ વધારે લાભ અને પરિવારના રોગ દૂર થાય છે. આ સિવાય સ્ટીલના વાસણ પણ ખરીદી શકાય છે. આ દિવસે માટીથી બનેલાં વાસણો અને દીવો પણ ખરીદવો શુભ માનવામાં આવે છે. મહત્ત્વપૂર્ણ પર્વ હોવાને કારણે ધનતેરસના દિવસે પૂજા-પાઠની વસ્તુઓ, કપડાં અને વાહન પણ ખરીદી શકાય છે. આ દિવસે પ્રોપર્ટીને લગતું રોકાણ અથવા લેવડ-દેવડ કરવું પણ શુભ માનવામાં આવે છે.

પંડિત મિશ્રના જણાવ્યા પ્રમાણે, ધનતેરસના દિવસે લોખંડથી બનેલાં વાસણ ખરીદવા જોઇએ નહીં. માન્યતા છે કે આ શુભ દિવસે અણીદાર સામાન, જેમ કે છરી, કાતર જેવી વસ્તુઓ પણ ખરીદવી જોઇએ નહીં. આ દિવસે કાચ અને પ્લાસ્ટિકથી બનેલો સામાન ખરીદવાથી બચવું જોઇએ. એલ્યુમિનિયમનાં વાસણ સ્વાસ્થ્ય માટે ઠીક હોતાં નથી, એટલે આવાં વાસણ પણ ખરીદવાથી બચવું જોઇએ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular