દિયોદર : ભારત વિકાસ પરિષદ દ્વારા સ્વામી વિવેકાનંદ ની પ્રતિમા ને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી…..

0
10
બનાસકાંઠાના દિયોદર તાલુકામાં ભારત વિકાસ પરિષદ દિયોદર શાખા છેલ્લા કેટલાક સમયથી કાર્ય કરી રહી છે આજ રોજ ભારત વિકાસ પરિષદ  શાખા રાષ્ટ્રીય સ્તરે આજે ૫૮ વર્ષ પૂર્ણ કરીને ૫૯ માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. ત્યારે દિયોદરમાં રેસ્ટ હાઉસ પાસે આવેલ સ્વામી વિવેકાનંદજીની પ્રતિમાને ભારત વિકાસ પરિષદ દિયોદર શાખા દ્વારા પ્રક્ષાલન વિધિ કરવામાં આવી તેમજ ફૂલ માળા અર્પણ કરવામાં આવી હતી.
આ પ્રસંગે ભારત વિકાસ પરિષદ દિયોદર શાખા ના પ્રમુખ જામાભાઈ પટેલ, ઉપપ્રમુખ પ્રદીપભાઈ શાહ, મંત્રી દીપેશભાઈ સેવક, મહેશભાઈ ગજ્જર પ્રમુખ કિશોરભાઈ પરમાર ભારત વિકાસ પરિષદ ગુજરાત ઉત્તરના કારોબારી સભ્ય ભરતભાઇ અખાણી રમેશભાઈ ઠાકોર શિતલભાઈ ત્રિવેદી રસિકભાઈ ત્રિવેદી કેતનભાઈ શાહ અમરતભાઈ ભાટી અંબારામભાઈ જોશી સહિત સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. દિયોદર ભારત વિકાસ પરિષદ શાખાના પ્રમુખ જામાભાઈ પટેલે જણાવ્યું હતું કે ૧૯૬૨ માં શરૂ થયેલ આંતરરાષ્ટ્રીય સંસ્થા ને આજે ૫૮ વર્ષ પૂર્ણ થઇ ૫૯ માં વર્ષમાં પ્રવેશ કર્યો છે ત્યારે અમે આનંદની લાગણી અનુભવીએ છીએ ત્યારે અમે કોરોનાની મહામારી છે ત્યારે અન્ય કોઈ કાર્યક્રમ કરી શકે તેમ ન હતા ત્યારે વિચાર આવ્યો કે આજે મેં યુવાન નો પ્રેરણા આપનાર સ્વામી વિવેકાનંદની પ્રતિમાને પુષ્પ અર્પણ કરી જળ અભિષેક કરી અમે ૫૯ માં વર્ષમાં પ્રવેશ કરી આનંદની લાગણી અનુભવી હતી…
અહેવાલ : લલિત દરજી, CN24NEWS, દિયોદર, બનાસકાંઠા 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here