સારાભાઈ વર્સિસ સારાભાઈ’નું પાકિસ્તાની વર્ઝન જોઈને રાઈટર આતિશ કાપડિયા ગુસ્સામાં, કહ્યું………

0
0

‘સારાભાઈ વર્સિસ સારાભાઈ’ના લેખક આતિશ કપાડિયાએ સોશિયલ મીડિયામાં પોસ્ટ શૅર કરી હતી. આ પોસ્ટમાં તેમણે કહ્યું હતું કે પાકિસ્તાનમાં તેમના 90ના દાયકાના લોકપ્રિય શોનું અનાધિકૃત રીતે રીમેક બનાવવામાં આવી છે. આતિશે કહ્યું હતું કે તેની પરવાનગી વગર આ શો બનાવવામાં આવ્યો અને તેનું સ્ટ્રીમિંગ પણ કરવામાં આવ્યો. શોનો મૂળ ઉદ્દેશ પણ પૂરી રીતે બરબાદ કરી દેવામાં આવ્યો.

આતિશે કહ્યું હતું, ‘સવારે એક વીડિયો લિંક મળી, મેં જ્યારે લિંક ઓપન કરી તો અમારા શો ‘સારાભાઈ વર્સિસ સારાભાઈ’ની અનૌપચારિક રીમેકની ફ્રેમ ટૂ ફ્રેમ, વર્ડ ટૂ વર્ડ કોપી કરવામાં આવી હતી. આ કામ આપણાં પડોશીનું જ છે. આટલું જ નહીં બેશરમીથી આ વીડિયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ પર અપલોડ કરવામાં આવ્યો. શઓના એક્ટર્સે મારા લખેલા શબ્દોને એટલી ખરાબ રીતે બતાવ્યા છે, જાણે કે સડક છાપ સંવાદો હોય. મારો કહેવાનો અર્થ એ છે કે પ્રેરિત થવું અને ‘સારાભાઈ વર્સિસ સારાભાઈ’ની જેમ એક શો બનાવવો તે વાત સમજમાં આવે છે. ‘ખિચડી’એ પણ અનેક પ્રોડ્યૂસર્સને પ્રેરણા આપી હતી. જોકે, સમસ્યા હતી કે તેઓ આ શો બનાવવા પાછળનો તર્ક સમજ્યા નહોતા. એ જ રીતે ‘સારાભાઈ..’ ઈન્સપાયર્ડ શો કહેવો ખોટો છે, કારણ કે તેમને લાગે છે કે આ માત્ર વર્ગ સંઘર્ષ અંગેનો હતો, આ માત્ર શોનું એક પાસું હતું. જબરજસ્ત નકલ ભયંકર છે.’

                                      

 

વધુમાં આતિશે કહ્યું હતું, ‘મારા મિત્રોને મારો અનુરોધ છે કે તમે આ શોને વ્યૂઝ ના આપો. આમ કરીને તમે ધોળા દિવસે કરેલી લૂંટમાં સામેલ થશો. કોપીરાઈટનો અર્થ ટેક્નિકલ કોપીરાઈટથી નથી. મારા અર્થ અંતરાત્માની ઊણપ છે કે તે ચોરોએ શોમાંથી બધું જ હટાવી દીધું. જો ન્યાય છે તો હું રાહ જોઈ રહ્યો છું. અનુકરણ કરવું ચાપલુસીનું સૌથી બેસ્ટ ફોર્મ છે. જોકે, તેના માટે પરવાનગી ના લેવી અને પછી નકલ કરવી તે ગેરકાનૂની તથા ખોટું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here